ભુજ કચ્છ: લોક સંગીત ક્ષેત્રે ગુજરાતનું ઘરેણું ગીતા રબારીનું ખુબ લોકપ્રિય ગીત “રોણા શહેરમાં રે…” ઈન્ટરનેટની આ દુનિયામાં યુ – ટયુબ ચેનલ પર ૨૦ મહિના પહેલાં આ ગીત રીલીઝ થયું હતું.હાલના સંજોગો ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ગીતોના આલ્બમ સમગ્ર વિશ્વભરમાં ધૂમ મચાવી છે ત્યારે ગુજરાતની આ ગીતા રબારીના આ ગીતને દેશ-વિદેશમાં ખુબ જ લોકચાહના મેળવનાર આ ગીતને ૨૦ કરોડથી પણ વધારે વ્યું મળતા “મેકસીમમ વ્યુનો ગુજરાતી ફોલ્ક સોંગ ઓન યુ-ટયુબ” વર્લ્ડ રેકોર્ડ ઈન્ડીયામાં સ્થાન પ્રાપ્ત કરતાં ભુજ મધ્યે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડીયાના પ્રતિનિધિ મિલન સોનીના વરદ હસ્તે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડીયાના ગોલ્ડ સર્ટીફીકેટ્સ તથા મેડલ એનાયત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે માજી નગરપતિ શંકરભાઈ સચદે,એન.આર.આઈ. ફેસ્ટીવલ કાઉન્સિલના ચેરમેન હસુભાઈ ઠકકર,એસ.વી. ઈન્ટરનેશનલ પ્રોડકશનના ચેરમેન વિનોદ ગોરસીયા,ફાઉન્ડર મનસુખ ગોરસીયા,ભુજ તાલુકા પંચાયતના માજી ચેરમેન જેમલભાઈ રબારી,સદસ્ય વિનોદભાઈ વરસાણી,પૃથ્વીભાઈ રબારી તથા મહેશભાઈ રબારી ઉપસ્થિત રહયા હતા.
આ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત થતાં ગીતા રબારીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં એન.આર.આઈ. ફેસ્ટીવલ કાઉન્સિલે મારું સન્માન કર્યું હતું તે અરસામાં શંકરભાઈ સચદે , હસુભાઈ ઠકકર,જેમલભાઈ રબારી તથા વિનોદ ગોરસીયાએ ગુજરાતની આ માલધારી દીકરીને કઈ રીતે વર્લ્ડ લેવલે વધારે પ્રસિધ્ધિ કેમ મળે?તે માટે અનેક વર્લ્ડ લેવલના રેકોર્ડઝ ધરાવતા તેમજ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડીયાના જજીસ મિલન સોની સાથે આ બાબતે સતત સંપર્કમાં રહી વર્લ્ડ રેકોર્ડ અંગેના તમામ ડોકયુમેન્ટ્સ મિલન સોનીને સુપરત કર્યા હતા. અને આ યશસ્વી સિધ્ધિ ગુજરાતની દિકરીને કઈ રીતે વેળાસર સફળતા મળે તે રીતના પ્રયત્નો કરી સતત આ અંગે મહાનુભાવો સાથે પરામર્શ કરીને આખરે આ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડીયા એનાયત કરવામાં આવ્યુ છે.
આ સન્માનના પ્રત્યુતરમાં ગીતા રબારીએ જણાવ્યું હતું કે, “જીવનનું કોઈપણ લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે મનોબળ તેમજ ઈશ્વરની કૃપા હોય તો જ આ વસ્તુ શકય છે.”
જયાં સુધી વર્લ્ડ રેકોર્ડસની વાત કરીએ તો ગુજરાત કે અન્ય કોઈ પ્રાંતના કોઈ પણ વ્યકિત વર્લ્ડ લેવલ અંગે એવી કોઈ પ્રતિભા ધરાવતા હશે તો તેમને સંપૂર્ણ સાથ સહકાર આપવાની તેમજ વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચાડવાની મદદ કરવાની તૈયારી વર્લ્ડ રેકોર્ડ ઈનડીયાના જજીસ મિલનભાઈ સોની,એન.આર.આઈ. ફેસ્ટિવલ કાઉન્સિલના ચેરમેન હસુભાઈ ઠકકર તથા એસ.વી. ઈન્ટરનેશનલ પ્રોડકશનના ચેરમેન વિનોદ ગોરસીયાએ બતાવી હતી.
આ વર્લ્ડ રેકોર્ડના સમાચાર મળતાં રાજય કક્ષાના મંત્રી વાસણભાઈ આહીર,સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ગુજરાત રબારી સમાજના અગ્રણીઓ અરજણભાઈ રબારી તથા હિરાભાઈ રબારી વિગેરે મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમનું સંચાલન એન.આર. આઈ. ગ્રૂપના વિનોદ પિંડોલિયાએ કર્યુ હતું.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




