જમ્મુ ગ્રેનેડ હુમલામાં વધુ એક મોતઃ કુલ મૃત્યુઆંક ૨ થયો

0
6

શ્રીનગર,તા.૮
જમ્મુ બસ સ્ટેન્ડ પર ઊભેલી બસમાં ગુરુવારે થયેલા ગ્રેનેડ હુમલામાં મૃત્યુઆંક વધ્યો છે. શુક્રવારે વધુ એક ઇજાગ્રસ્ત વ્યકિતએ જીવ ગુમાવ્યો. એ સાથે જ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૨ થઇ છે. ગઇ કાલે જમ્મુ બસ સ્ટેન્ડ પાસે ઊભેલી બસમાં થયેલા ગ્રેનેડ વિસ્ફોટમાં અનેક જણાં ઇજાગ્રસ્ત થઇ ગયાં હતાં. ગુરુવારે એક ઇજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ થયું હતું.
ગ્રેનેડ ફેંકનારા યાસિર ભટ્ટે પોતાનો ગુનો કબૂલતા કહ્યું છે કે તેણે હિઝબુલ મુઝાહિદ્દીનના કહેવાથી આ હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હુમલાના થોડા કલાકો બાદ જ જમ્મુ-કાશ્મીર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આતંકવાદી સંગઠનો કાશ્મીરમાં જ હુમલા કરતા હતાં પરંતુ આ વખતે આતંકવાદીઓએ જમ્મુને નિશાન બનાવ્યું છે. એટલું જ નહીં, આતંકવાદીઓના નિશાન પર હવે સેના અને પોલીસના જવાનો ઉપરાંત સામાન્ય નાગરિકો પણ આવી રહ્યાં છે. એવામાં આતંકવાદીઓના કોઇ મોટા કાવતરાની આશંકા જણાઇ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY