વ્યસન મુક્તિ અને તમાકુ નિયંત્રણ બાબતે જાગૃતતા લાવવાનું વડોદરાની ફેઈથ ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થાએ બીડું ઉપાડ્યું છે તેમાં અત્યાર સુધી 3000 વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ માટે જાગૃત કર્યા છે.
રાજપીપળા :ભારતના યુવાનોમાં વ્યસનનું દૂષણ ખૂબ વધ્યું છે.શાળા-કોલેજના સમયથી જ વ્યસનની કુટેવને લીધે કેટલાયે યુવાનો કેન્સરને કારણે અકાળે મૃત્યુ પામતા હોવાના બનાવો પણ વધ્યા છે.જેથી લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં વ્યસન મુક્તિ બાબતે જાગૃતતા લાવવાનો વિચાર વડોદરાની સુઝેન સેમસનને આવ્યો,એમને ફેઈથ ફાઉન્ડેશન નામની સંસ્થા બનાવી અને વ્યસન મુક્તિ અને તમાકુ નિયંત્રણ માટેનું બીડું ઝડપ્યું.એમની સંસ્થા છેલ્લા 13 વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે.અત્યાર સુધી એમની આ સંસ્થાએ વડોદરા, નવસારી,સુરત સહિત ગુજરાતના અનેક જિલ્લાઓની શાળાઓમાં જઈ 3000 થી વધુ વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ બાબતે જાગૃત કર્યા છે.
ગુજરાત સરકારના તમાકુ અધિનિયમ એક્ટના સખ્ત અમલીકરણ માટે એમની સંસ્થાએ “યલ્લો કેમ્પઈન” હાથ ધર્યું છે.”યલ્લો કેમ્પઈન”નો હેતુ શાળા-કોલેજોના 100 વાર ત્રિજ્યમાં પીળી લીટી દોરી શાળા-કોલેજોના વિસ્તારમાં તમાકુ તથા તમાકુની બનાવટનું વેચાણ ન થાય અને અધિનિયમનું પાલન થાય એ છે.ફેઈથ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની આર્ટ્સ & કોમર્સ કોલેજમાં યલ્લો કેમ્પઈનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.કોલેજના 150 વિદ્યાર્થીઓને તમાકુ સેવનથી થતા કેન્સરની બીમારી વિશે જાણકારી આપતી એક શોર્ટ ફિલ્મ બતાવવામા આવી હતી સાથે સાથે વ્યસન મુક્તિ બાબતે પોતે જાગૃતતા લાવી બીજાને પણ જાગૃત કરવા શપથ લેવડાવ્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





