ગાંધીધામઃ ફેસબૂક પર રોયલ સરકાર અને જય બાપજી જેવી આઈડી બનાવી મહેશ્વરી સમાજના ધર્મગુરુ વિશે અભદ્ર ટીકાટીપ્પણી કરવાનાં કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ સંભાળ્યાનાં 48 કલાકમાં જ એક આરોપીની ધરપકડ કરી છે.
આરોપીનું નામ પ્રદીપ છે. જો કે, આરોપી ક્યાંનો રહેવાસી છે, કોણ છે વગેરે જેવી અન્ય વિગતો આપવાનું પોલીસે ટાળ્યું છે. ઉશ્કેરાટ ના ફેલાય અને આરોપીને કોઈ ટાર્ગેટ ના બનાવે તે હેતુથી પોલીસે ગુપ્તતા જાળવી છે.
આજે ગાંધીધામમાં પોલીસે એક પત્રકાર પરિષદ યોજી આરોપી પ્રેસ સમક્ષ રજૂ કર્યો હતો. આઈપી લોગીંગ ડેટાના ટેકનિકલ એનાલીસીસના આધારે આરોપી પકડ્યો હોવાનું જાહેર કરાયું છે. આરોપીના કૉર્ટે છ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ ગત 1 મેનાં રોજ ફેસબૂક પર મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ વિશે ગાળાગાળી કરતાં મહેશ્વરી સમાજ ઉશ્કેરાયો હતો અને ગાંધીધામ સહિત કચ્છમાં ઠેર ઠેર ચક્કાજામ કરાયો હતો.
રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ કચ્છ
મારી.૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





