
પઠાણકોટ,તા.૨૪
આતંકી મૂસાના પોસ્ટર રિલીઝ થયા પછી શાદીપુર ગામમાં શુક્રવારે રાતે બે શંકાસ્પદ આતંકી જાવા મળ્યા હતા. બંને શંકાસ્પદ આતંકીઓ સેનાની વર્દીમાં હતાં અને તેમની પાસે એક મોટી બેગ પણ હતી. બંનેને બલવીર સિંહ નામના ખેડૂતે જાયા હતાં. જે ટ્રેક્ટર લઈને તેના ઘરે પરત આવી રહ્યો હતો. ત્યારપછી તે વિસ્તારના અન્ય એક વ્યકિતએ તે બંનેને શેરડીના ખેતરમાં જતા જાયા હતા. ત્યારપછી ગામના સરપંચે આ વિશે પોલીસને માહિતી આપી હતી.
પઠાણકોટ પોલીસે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. પરંતુ અંધારુ હોવાના કારણે પોલીસ શંકાસ્પદ વ્યકિત ઓને શોધી શકી નહી. તે બંને આતંકીઓ જ્યાં જાવા મળ્યા હતા તે વિસ્તાર પાકિસ્તાન બોર્ડરથી માત્ર ૧૩ કિમી દ જૂર આવેલો છે.
આ વિસ્તારમાં એક શંકાસ્પદ કાર પણ જાવા મળી છે. જેનાથી આ વિસ્તારમાં બે શંકાસ્પદ લોકો ઘુસ્યા હોવાની વાત કન્ફર્મ થાય છે. આ બે શંકાસ્પદ લોકો અલ્ટો કારમાં આવ્યા હતા અને તેમની કાર પર જમ્મુ-કાશ્મીરની નંબર પ્લેટ હતી. ગાડી બામિયાલ વિસ્તારમાં લાગેલી પોલીસ બેરિકેટિંગ પર રોકાયા વગર જ નીકળી ગયા હતા. દીનાનગર તરફથી આવી રહેલી આ કાર રાતે ૧૦.૩૦ મુથિ ગામ પાસેથી મળી છે. શંકાસ્પદ લોકો કાર છોડીને ભાગી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં તેમની શોધ-ખોળ ચાલી રહી છે.
તાજેતરમાં જ ખાનગી એજન્સીને એ માહિતી મળી છે કે, કાશ્મીરમાં ઓપરેટ કરનાર આતંકી મૂસા ફિરોઝપુર આવ્યો હતો. ઈન્ટેલિજન્સ બ્યૂરોને ઈનપુટ મળ્યા કે જાકિર મૂસા ગ્રૂપના ૭ આતંકીઓ ફિરોઝપુર આવ્યા હતા. આ આંતકીઓ અમૃતસરમાં પણ જાવા મળ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






