પૂર્વ કચ્છના ભચાઉ હાઇવે પરથી શંકાસ્પદ ટાઇલ્સનો જથ્થો ઝડપી પાડતી ભચાઉ પોલીસ

0
369

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ ઇન્સ્પેકટર દેસાઈ ની સૂચના મુજબ આજરોજ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન મહિન્દ્રા જેન્યુ ગાડી નંબર જી.જે.૧૨. એ.કયુ.૨૬૧૩ વાળીમાં શંકાસ્પદ ટાઈલ્સ નો જથ્થો ભરેલી સાથે ચાલકે (૧) ગુરપ્રિતસિંગ બલવિંદર સિંગ શીખ ઉ.વર્ષ ૧૯ (૨) બિરદાસિંગ બહાલસિંગ ઉ.વર્ષ ૧૯ (૩) લખવિંદરસિંગ ઉર્ફે લાખો અજીતસિંગ જાટ ઉ.વર્ષ.૩૫ રહે તમામ ખાલસા હોટલ નેશનલ હાઈવે ભચાઉ મૂળ રહે.ગામ જીલ્લો.તરનતારન પંજાબ વાળાઓને પકડી આ ટાઈલ્સ નો જથ્થો કઈ જગ્યાએ ખાલી કરવાની હતો તથા અન્ય કઈ જગ્યાએ ટાઇલ્સનો જથ્થો કઈ જગ્યાએ રખાયો છે તે પૂછતાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે આવેલા ગોડાઉનમાં રાખેલ છે આ સ્થળ પર જઈ તપાસ કરાતા અલગ અલગ સાઇઝની તથા મારકા વાળી ટાઇલ્સ ની પેટી નંગ-૧૯૮૫ કિંમત રૂ.૫.૯૫.૦૦૦/- તથા લોખંડના સળિયા વજન ૪૯૦ કિલોગ્રામ કિંમત રૂ.૧૨,૨૫૦/- તથા શિશુ આશરે ૧૦૦ કિલોગ્રામ કિંમત રૂ.૪૦૦૦/- તથા વજન કાંટો કિંમત રૂ.૧૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૭,૧૨,૭૫૦/- નો મુદ્દામાલ શંકાસ્પદ રીતે મળી ત્રણ ઈસમોને સીઆરપીસીની કલમ ૧૦૨ મુજબ અટક કરાઇ હતી અને આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ છત્રસિંહ ચુડાસમાને તપાસ સોંપાઈ છે આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.ભાટિયા એ.એસ.આઇ રતુભાઈ કોટડ, હેડ કોસ્ટેબલ છત્રસિંહ ચુડાસમા પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગોસ્વામી,ભારુભાઈ વ્યાસ હરપાલસિંહ જાડેજા વગેરે જોડાયા હતા

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY