વાળના જતન માટે સાવધાની જરૂરી

0
208

વાળ ખરી પડવાની પ્રક્રિયાથી દુનિયાના મોટા ભાગના પુરૂષો પરેશાન થયેલા છે. જંગી રકમ પણ વાળ ન ખરી પડે અથવા તો વાળ ખરી પડ્યા બાદ વાળ માટે કરે છે.પુરૂષોમાં વાળ ખરી પડવાની બાબત વધારે જાવા મળે છે. સારવાર માટે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયાને અપનાવે છે. પરંતુ આની સાથે જાડાયેલી સાવચેતી તેમની પાસે નહી હોવાના કારણે આવા લોકોને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલમાં જ આવા કેટલાક મામલા સપાટી પર આવી ચુક્યા છે. આ પ્રક્રિયા દરમિયાન એક વ્યÂક્તનુ તો મોત પણ થઇ ગયુ હતુ. હેર ટ્રાન્સપ્લાન્ટ અને તેની સાથે જાડાયેલી સાવધાન પર અમે આજે વાત કરી રહ્યા છીએ. વાળના સ્વાસ્થ માટે વિટામિન, બાયોટિન અને મિનરલ યુક્ત ભોજન ઉપયોગી સાબિત થાય છે. બાદામ, મગફળી પણ ઉપયોગી સાબિત થાય છે. વધારે પડતા ટેન્શન, સતત કેંમિકલયુક્ત પેદાશોના ઉપયોગ અને વારંવાર શેમ્પુ અને અન્ય પેદાશોના બદલવાના કારણે આ તકલીફ થાય છે. હાર્મોનલ ફેરફાર પણ અસર કરે છે. સમય કરતા પહેલા અથવા તો ચોક્કસ વય બાદ હાર્મોનમાં ફેરફાર થાય છે. મહિલાઓમાં તાઇરોઇડ હાર્મોન, લોહીની કમી અને પીસીઓડીની સમસ્યાથી વાળ ખરી પડે છે. પુરૂષોમં જાવા મળનાર ટેસ્ટોસ્ટેરોન હાર્મોન ડિહાઇડ્રોસ્ટોસ્ટેરોનમાં ફેરવાઇ જાય છે ત્યારે માથાના આગળના વાળ ખરી પડે છે. બે ટેકનિક મારફતે હેર ટ્રાન્સપ્લાન્ટની વિધી કરવામાં આવી છે. ફોલિક્યુલર યુનિટ ટ્રાન્સપ્લાન્ટેશનની એક પ્રક્રિયા છે. જેમાં માથાના પાછળના હિસ્સાથી બે સેન્ટીમીટર પહોળા કદમાં ચામડી કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ તેંમાંથી વાળને અલગ કરીને માથાના આગળના હિસ્સા પર મેડિકેટેડ સોઇ મારફતે વાળ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. એ ગાળા દરમિયાન જે જગ્યાઅ ચામડી લેવામાં આવે છે ત્યાં ટાંકા લગાવી દેવામા ંઆવે છે. ત્યારબાદ નિશાન દેખાતા નથી. અન્ય એક ટેકનિક ફોલિક્યુલર યુનિટ એક્સટ્રેક્શન છે. જેના ભાગરૂપે એક ખાસ પ્રકારની મશીનથી માથાના પાછળના હિસ્સાથી એક એક વાળ કાઢીને માથાના આગળના હિસ્સામાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. સર્જરી કરવામાં આવ્યા બાદ આગામી ૭થી ૧૦ દિવસ સુધી વાળને સ્પર્શ કરી શકાય નહી. આ ગાળા દરમિયાન બે ત્રણ દિવસ માટે પ્રભાવી જગ્યાએ પટ્ટી કરવામાં આવે છે. સાથે સાથે હેલમેટ અને ટોપી ન પહેરવા માટે કહેવામાં આવે છે. દર્દીને ચાર પાંચ દિવસ સુધી એન્ટીબાયોટિક અને પેઇન કિલર આપવામાં આવે છે. જેથી પીડા થતી નથી. આનાથી ઇન્ફેક્શનની શક્યતા ઘટી જાય છે. સમયમાં ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ, હાર્મોનને લઈને અસમતુલા અને અયોગ્ય સારસંભાળના પરિણામ સ્વરૂપે ઘણીબધી સમસ્યાઓની સાથે સાથે માથાના વાળ ખરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. માથામાં વાળ ખરી પડવાની સમસ્યા એટલી જટિલ બની છે કે હેરફોલને રોકવા માટે જે કંપનીઓ મેદાનમાં છે અને આની સારવાર માટેનો દાવો કરે છે તે કંપનીઓ અભૂતપૂર્વ નાણાં કમાઈ રહી છે. હેરફોલને રોકવા માટે શું કરવામાં આવે તેના માટે કઈ દવા લેવામાં આવે, તેના માટે કયા લોશનનો ઉપયોગ કરવામાં આવે તેને લઈને તમામને પ્રશ્ન સતાવી રહે છે. આવા સમયમાં આની સાથે જાડાયેલી કેટલીક કંપનીઓ અને નિષ્ણાંત લોકોનું કહેવું છે કે હેરફોલને રોકવાની બાબત કોઈ સરળ પ્રક્રિયા નથી. પરંતુ જા સાવધાનીપૂર્વક ડાયટ સાથે આગળ વધવામાં આવે અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વોનો ઉપયોગ કરવામાં આવે તો આવી Âસ્થતિમાં વાળ ખરી પડવાની સમસ્યાને રોકી શકાય છે. એવા પોષકતત્વો ભોજનમાં લેવા જાઈએ જેમાં વધુ પ્રમાણમાં વિશેષપ્રકારના તત્વો રહેલા હોય. ઓમેગા-૩ ફેટીએસિડ, ઝિંક, પ્રોટીન, બાયોર્ટિન, આયરન અને વિટામિન-ડી જેવી ચીજવસ્તુઓ ભોજનમાં વધુ પ્રમાણમાં લેવામાં આવે તો હેલ્થીહેર મેળવવામાં મદદરૂપ બની શકે છે. ડર્મેટોલોજિસ્ટ અને એન્ટીએજીન્સ સ્પેશિયાલિસ્ટ તબીબોનું કહેવું છે કે મÂલ્ટવિટામિન અથવા તો સÂપ્લમેન્ટ જેમાં ઝિંક, વિટામિન, ફોલેક, આયરન, કેÂલ્શયમ વધારે પ્રમાણમાં રહે તેનાથી મદદ મળે છે. સ્વસ્થ હેરને જાળવી રાખવામાં બાયોર્ટીન સÂપ્લમેન્ટ ખૂબજ ઉપયોગી છે. જા કે વિટામિન એનું વધુ પ્રમાણ વાળ ખરવાની સમસ્યાને આમંત્રણ આપે છે. સર્જરી કરવામાં આવ્યા બાદ આગામી ૨૪ કલાક સુધી વાળને ધોઇ શકાય નહી. ત્યારબાદ વાળ પર માત્ર પાણી નાંખવામાં આવે છે. આધુનિક સમયમાં વાળને લઇને મોટા ભાગના લોકો પરેશાન છે. જા કે હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા ખુબ સાવધાનીભરેલી છે. તેમાં કેટલાક જાખમ છે. જેથી સાવચેતી રાખવામાં આવે તે જરૂરી છે. વાળ ખરી પડવાની સમસ્યા દિન પ્રતિદિન વધારે જટિલ બની રહી છે. ટ્રિટમેન્ટ માટે લોકો સતત આગળ આવી રહ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY