ભુજમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં આચરાયેલા ભ્રષ્ટાચાર સામે સતા પક્ષના નગર સેવક આકરા પાણીએ

0
263

ભુજ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનનું કામ શરૂ થયું ત્યારથીજ વિવાદમાં ઘેરાયેલું રહ્યું છે ત્યારે આ કામમાં જે ભ્રષ્ટાચાર નો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ સતાપક્ષના નગર સેવક કૌશલ મહેતા એ ચિફઓફિસર ને કામમાં ચાલતી ગેરરીતીને અટકાવવા ચોંકાવનારા આક્ષેપો સાથે અલગ અલગ બે પત્રો લખીને સુપરવિઝન કરતી એજન્સી સામે કાનૂની કાર્યવાહી કરવા સહિતની લાલઆંખ કરી ચીમકી અપાતા કહ્યું હતુંકે અમુક જગ્યાએ પાઇપ નખાયા તે પણ નાના અને નબળી ગુણવતા વાળાછે તો સડીયા નાખી આ કરાયેલ કામગીરી પર સિમેન્ટ રોડ પણ બનાવવા સહિતની માંગ કરાઈ છે ત્યારે તંત્ર નિંદ્રાધીન અવસ્થામાંથી ચોંકીઉઠ્યું છે આ કામ જૂની કારોબારી સમિતિના સમયે અપાયેલ આ કામમાં કારોબારી ચેરમેન અને પ્રમુખ દ્વારા ખુલ્લી ગેરરીતિ આચરવામાં આવી છે તે સમગ્ર શહેર સ્પષ્ટ જાણે છે પરંતુ આ બાબતે પાલિકા ઉપ પ્રમુખ રામ ગઢવી આવી નીતિને સમર્થન ન આપી ક્યાંક આ સ્ટ્રોમ વોટર લઈને છાવરી રહયાં હોવાના સુર વહેતા થયાં છે ત્યારે સતા પક્ષના નગર સેવક જાગૃતતા બતાવી છે ત્યારે હાલના કારોબારી ચેરમેન ભરત રાણા એ કહ્યું છે કે આ કામગીરી બાબતે થર્ડ એજન્સી પાસે કામગીરીની ગુણવતા બાબતે ચકાસણી કરાવાશે જો આવું કાઇજ દેખાશે તો વર્કઓર્ડર અપાયેલ એજન્સીની ડિપોઝીટ જપ્ત કરાશે ત્યારે પણ વાતતો એજ થાયછે કે પ્રજાના પાંચ (૫) કરોડ વેડફાયા બાદપણ જો શહેર ની સ્થિતિ યથાવત રહેતો તેમનો જવાબદાર કોણ..? આ કામગીરી માં થતા છબરડા ને પગલે જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં આ કામગીરી ગોકળ ગતિએ ભ્રષ્ટાચાર આચરાતું ગયું જ્યારે ખુલ્લેઆમ ધોડા દિવસે કોન્ટ્રાકટ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરાયું અને સિમેન્ટની જગ્યાએ રેતી વાપરવામાં હદ કરીદેવાઈ ત્યારે મામલો વધુ ગરમ બન્યો હતો હવે જોવું એ રહ્યું કે પાણીમાં રહી મગરમચ્છ થી વેર કરનાર સતા પક્ષના નગર સેવકને ન્યાય મડેછે કે તેમને પણ સમાવી લેવાય છે આ તમામ બનાવ પાછળ નાગરિકોનું શુ..? તે જવાબ ન આપતા પાલિકા તંત્ર મૌન સેવે તે અ યોગ્ય ગણાવાયું હતું

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY