હવે લદ્દાખ બોર્ડર પર ખંધા ચીનનો ડોળો, છેલ્લા ૧૪ દિવસમાં કરી ૧૪ વાર ઘુષણખોરી

0
8

ન્યુ દિલ્હી,તા.૨૧
છેલ્લા કેટલાક સમયથી ચીને ભારતીય સરહદમાં ઘુષણખોરી વધારી દીધી છે. ગત મહિને ચીનમાં લદ્દાખના જુદા જુદા સેક્ટરમાં છેલ્લા ૧૪ દિવસમાં ૧૪ વાર ઘુષણખોરી કરી છે.  રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. અહેવાલ અનુંસાર ચીનની સેનાએ લદ્દાખના ટ્રિગ હાઈટ અને ટ્રેક જંક્શનમાં ૭ ઓગષ્ટ અને ૧૬ ઓગષ્ટના રોજ ૬ કિલોમીટર ભારતની સરહદમાં ઘુસી આવ્યાં હતાં.  અને સેનાએ વિરોધ નોંધાવતા ચીની સૈનિકો પરત ફર્યા હતાં. આ ઘટના સવારે લગભગ ૮ઃ૩૦ વાગ્યે ઘટી હતી.
એટલું જ નહીં, ચીની સૈનિકોએ ઓગષ્ટ મહિના બાદ ડેપસાંગ પ્લેન્સમાં એકપછી એક એમ ૬ વાર ઘુષણખોરી કરી હતી પ્રમાણે ચીની સેના સૌથી પહેલા  ઓગષ્ટે ડેપસાંગ વિસ્તારમાં ૧૮ કિલોમીટર સુધી અંદર ઘુસી આવી હતી. ત્યાર બાદ ભારતીય સુરક્ષાબળોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો જેના કારને તે પરત ફર્યા હતાં. પરંતુ ચીની સૈનિકો જાણે ગાંઠવાનું નામ જ નથી લેતા. આ ઘટના બાદ એક પછી એક એમ ૧૨, ૧૩, ૧૭ અને ૧૯ ઓગષ્તે ભારતીય વિસ્તારમાં ઘુસી આવ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લદ્દાખ ટ્રિપ હાઈટ અને ડેપસાંગનો આ વિસ્તાર ભારત માટે વ્યુહાત્મક રીતે મહત્વનું સ્થાન ધરાવે છે. માટે ચીન અહીં પોતાનું પ્રભુત્વ સ્થાપવાના પ્રયાસ કરતું રહે છે અને વારંવાર ઘુષણખોરી કરતું રહે છે. આ જ વિસ્તારમાં ભારતનું મહત્વનું એવું દૌલત બેગ ઓલ્ડી એરફીલ્ડ પણ આવેલું છે. અહીં ચીન નજર રાખવાની ફિરાકમાં છે.
ચીની સૈનિકોએ પેગોંગ સો લેક વિસ્તારમાં પણ ઓગષ્ટ મહિનામાં ૫ વાર ઘુષણખોરી કરી હોવાની વાત સામે આવી છે. પેગોંગ સો લેક એક એવું સ્થાન છે, જ્યાં ચીન વારંવાર ઘુષણખોરીને પ્રયાસ કરે છે. ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં જ આ વિસ્તારમાં ચીની સૈનિકોએ ભારતીય સુરક્ષાબળો પર પથ્થરમારો કર્યો હતો. જેનો ભારતીય સૈનિકોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.
જાણકારોના મતે ચીન જ્યાં પણ ઘુષણખોરી કરી રહ્યું છે તે વિસ્તાર ભારત માટે સામરીક રૂપે મહત્વપૂર્ણ છે. માટે જ ચીન અહીં વારંવાર ઘુષણખોરીનો પ્રયાસ કરે છે. ઉત્તર લદ્દાખના ડેપસાંગ પ્લેનમાં ૨૮ જુલાઈ અને ૩૧ જુલાઈ વચ્ચે ચીની સેના ૭ થી ૧૮ કિલોમીટર અંદર સુધી ઘુષણખોરી કરી હતી જેનો ભારતીય સુરક્ષાબળોએ ભારે વિરોધ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY