પેટ્રોલના ભાવ વધ્યા એટલે મેટ્રોમાં મુસાફરી કરો છો ?

0
7

ન્યુ દિલ્હી,તા.૨૧
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને લોકોમાં રોષ છે. આ દરમિયાન રાજકીય પક્ષો પણ મોકો મળ્યો એકબીજા પર કટાક્ષ કરવાનું ચુકતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેંન્શ એન્ડ એક્સપો સેન્ટરના ભૂમિપૂજન માટે ધૌલા કુઆ થી દ્વારકા સુધી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોમાં મુસાફરી કરી હતી. જાકે, મોદીની દિલ્હી મેટ્રોમાં સફરને લઈને કર્ણાટક કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કર્ણાટક કોંગ્રેસના સત્તાવાર ટિ્વટ હેંડલથી ટ્‌વીટ કર્યું કે, ‘દિલ્હીમાં ઈંધણ(પેટ્રોલ-ડીઝલ)ની કિંમતોમાં વધારો થતાં નરેન્દ્ર મોદી જીને દિલ્હી મેટ્રોનો ઉપયોગ કરવા મજબૂર થવું પડ્યું ? કે પછી આ એક વધુ ચૂંટણી જુમલો છે ?
આ પહેલાં મેટ્રોમાં મુસાફરી અંગે જણાવતા વડાપ્રધાન મોદીએ ટ્‌વીટર પર લખ્યું કે, દિલ્હી મેટ્રોથી દ્વારકા સુધીની યાત્રા કરી અને પરત આવ્યો. હું ત્યાં સ્ટેટ ઓફ આર્ટ કન્વેન્શન સેન્ટરના ભૂમિપૂજન માટે ગયો.
વડાપ્રધાન મોદીના આ ટ્‌વીટ બાદ કર્ણાટક કોંગ્રેસ પણ ટ્‌વીટ કરીને કટાક્ષ કર્યો કે, પેટ્રોલના ભાવ વધ્યા એટલે મેટ્રોમાં મુસાફરી કરો છો ?

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY