બે હેલિકોપ્ટર કાશ્મીરમાં ચીન સાથે જાડાયેલા લદ્દાખના ટ્રિગ હાઈટ વિસ્તારમાં ઘૂસી આવ્યા ડ્રેગનની અવળચંડાઇ : લદ્દાખમાં ચીનનાં બે હેલિકોપ્ટરની ઘૂસણખોરી

0
14

ન્યુ દિલ્હી,તા.૨૫
ચીને ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીપલ્સ લિબરેશન આર્મીના બે હેલિકોપ્ટર ૨૭ સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં ચીન સાથે જાડાયેલા લદ્દાખના ટ્રિગ હાઈટ વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. અંદાજે ૧૦ મિનિટ સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં રહ્યા પછી તેઓ પરત ફર્યા હતા. ભારત-તિબેટ સીમા પોલીસે તેનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે. ટ્રિગ હાઈટ ભારતની રણનીતિ માટે ખૂબ મહત્વનું છે. આ જ વિસ્તારમાં દૌલત બેગ ઓલ્ડી એરફિલ્ડ પણ છે. ચીને અહીં ઘણી વખત ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો છે.
ચીની સૈનિકોએ અંદાજે ૨૦ દિવસ પહેલાં પણ અરુણાચલની દિવાંગ ઘાટીમાં પહોંચીને ટેન્ટ લગાવ્યા હતા. ગ્રામીણોએ આ વાત ભારતીય સૈનિકોને કરી હતી. ભારતે વિરોધ કર્યા પછી ચીની સૈનિકો પરત ફરી ગયા હતા. જાકે ચીને તે સમયે ઘૂસણખોરી વિશે ઈન્કાર કરતાં કહ્યું હતું કે, અમારા સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા પર નિયમિત પેટ્રોલિંગ કરે છે.
ચીને ૬, ૧૪ અને ૧૫ ઓગસ્ટે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બારાહોતીમાં ઘૂસણખોરી કરી હતી. તેમના સૈનિકો બારતીય સીમામાં ચાર કિલોમીટર સુધી અદંર ઘૂસી ગયા હતા. બારાહોતી ભારત-ચીન સીમાની તે ત્રણ ચોકીમાંથી એક છે જ્યાં આઈટીબીપી જવાન હથિયાર વગર પેટ્રોલિંગ કરે છે. હકીકતમાં ૧૯૫૮માં ભારત અને ચીને બારાહોતીમાં ૮૦ સ્ક્વેર ફૂટ વિસ્તારને વિવાદીત જાહેર કરીને નિર્ણય લીધો છે કે, અહીં કોઈ તેમના જવાનને નહીં મોકલે. વર્ષ ૨૦૦૦માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ત્રણ પોસ્ટ પર આઈટીબીપી હથિયાર વગર રહેશે. તેના જવાન પણ યૂનિફોર્મની જગ્યાએ સિવિલિયન કપડાંમાં રહેશે. ઉત્તરાખંડમાં બારાહોતી સિવાય એવી બે પોસ્ટ હિમાચલ પ્રદેશના શિપકી અને ઉત્તર પ્રદેશના કૌરિલમાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY