દેશમાં વડાપ્રધાનથી આગળ સરકારનુ કોઈ અસ્તિત્વ જ નથી : અરુણ શૌરી

0
5

ન્યુ દિલ્હી,તા.૨૫
અગાઉ એનડીએ સરકારમાં મંત્રી રહેલા ભાજપના જ નેતા અને પત્રકાર અરુણ શોરીએ પણ સીબીઆઈ ડાયરેક્ટરને રજા પર ઉતારી દેવાના મામલામાં સરકારની ટીકા કરતા કહ્યુ છે કે સરકારની કાર્યવાહીથી પોલીસ અને સિવિલ સર્વિસના અધિકારીઓની નૈતિક હિંમત તુટી જશે.
તેમણે કહ્યું હતુ કે એવુ લાગે છે કે આપણે જાણે ચીન, સામ્યાવાદી રશિયા કે મીડલ ઈસ્ટમાં રહીએ છે જ્યાં કોઈ લોકશાહી જ નથી.દેશમાં વડાપ્રધાન સીવાય જાણે સરકારનુ અસ્તિત્વ જ નથી.પીએમઓ જેવુ કશુ રહ્યું નથી, હવે ત્યાં માત્ર પટાવાળા, કર્મચારી અને સચિવ કામ કરે છે.
શૌરીએ કહ્યું હતુ કે સરકાર નામની કોઈ ચીજ રહી છે ખરી ? ચીફ વિજિલન્સ કમિશન એક પ્યાદુ છે.સીવીસીને સલાહ આપવાનો પણ અધિકાર નથી. રાફેલ ડીલ પર જે ફરિયાદ થઈ છે તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY