લગ્નના બહાને યુવતી વેચવાનાં કૌભાંડનો પર્દાફાશ, આઠથી વધુની ધરપકડ

0
166

અમદાવાદ,તા.૧૬
ધાનેરા/ નરોડા રોડ પર આવેલા આવાસ યોજનાના મકાનમાં રહેતી યુવતીને ૧.૧૦ લાખ રૂપિયામાં વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. નિકોલ પોલીસે આ મામલે રાજસ્થાનના ચાર શખ્સ, દલાલો સહિત આઠથી વધુ લોકોની ધરપકડ કરી છે.
નિકોલના નરોડા રોડ પર આવેલા આવાસ યોજનામાં રહેતી ૨૧ વર્ષની યુવતીને લગ્ન કરાવવાનું કહીને યુવતી લગ્નના બહાને બળજબરીથી રાજસ્થાનના પુષ્પાબેન નામની મહિલા સહિતના લોકો તેને ગાડીમાં બેસાડી અને રાજસ્થાન લઈ જતાં હતાં. ત્યારે થોડે દૂર રસ્તામાં પોલીસ દેખાતા યુવતીએ બચાવો બચાવોની બુમો પાડી હતી.
અમદાવાદી યુવતીએ બૂમો પાડતા ધાનેરા પોલીસે પીછો કરી અને તેઓને ઝડપી લીધા હતાં. બાદમાં ધાનેરા પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરતા યુવતીએ તમામ હકીકત જણાવી હતી. જેથી પોલીસે નિકોલ પોલીસને જાણ કરતા પોલીસે યુવતીની ફરિયાદ લઈ અમદાવાદના ત્રણ દલાલ, પાલનપુરના ચાર અને રાજસ્થાનના સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધી આઠથી વધુ લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે નિકોલના નરોડા રોડ પર આવેલા આવાસ યોજનામાં રહેતી ૨૧ વર્ષની યુવતીને લગ્ન કરાવવાનું કહી પુષ્પાબેન નામની મહિલાએ અલગ અલગ શહેરમાં છોકરા બતાવ્યા હતા. યુવતીને છોકરા પસંદ ન આવતા તેને ના પાડી દીધી હતી. બાદમાં લગ્ન કરાવવા દલાલીનું કામ કરતા પરેશભાઇ નામની વ્યÂક્ત પાસે પુષ્પાબેન યુવતીને લઈ ગયા હતા અને એક છોકરા સાથે લગ્નનું નક્કી કરી પરેશભાઈએ રૂ. ૧૦ હજાર યુવક પાસેથી દિવાળી પછી લગ્ન કરવા કહ્યું હતું. પરંતુ બાદમાં લગ્ન કરાવ્યા ન હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY