અમદાવાદ,તા.૬
આધારકાર્ડ અને ઇન્કમટેક્ષ અંગે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, હવે ઇન્કમટેક્ષ રિટર્ન માટે આધારકાર્ડ લિંક કરાવવું ફરજીયાત નહીં. વકીલ દ્વારા કરવામાં આવેલ અરજીને લઇને ચુકાદો આપ્યો છે.
જા કે, અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. કોર્ટને રજૂઆત કરી કે, આધારકાર્ડ લિંક વાળી મેટર સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ફરજીયાત આધારલિંકની ફરજ પાડી શકે નહીં.
મહત્વનું છે કે, સરકારના નિયમ અનુસાર તમારૂ પાન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજીયાત છે. હાલ ગુજરાત હાઇકોર્ટે ઇન્કમટેક્ષ રિટર્ન માટે આધારકાર્ડ લિંક કરાવવું ફરજીયાત ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે સીબીડીટી આધારથી પાન કાર્ડને લિંક કરવાની સમય મર્યાદા અનેક વાર વધારી ચૂક્યું છે.
તમને જણાવી દઇએ કે ઓનલાઇન રિટર્ન ભરવા માટે તમારે પહેલા આધાર અને પાન કાર્ડ લીંક કરવા પડે છે. સરકારે પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાનું ફરજીયાત બનાવ્યું છે. ત્યારે અરજદારની કોર્ટ સમક્ષ રજૂઆત બાદ હાઇકોર્ટે ઇન્કમટેક્ષ રિટર્ન માટે આધારકાર્ડ લિંક કરાવવું ફરજીયાત ન હોવાનું જણાવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



