ઈણાજ ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમા ૨૨૮૪ વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો નિકાલ

0
11

ગીર સોમનાથ : ઈણાજ ખાતે આજે બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમા ૨૨૮૪ વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. પ્રવાસન નિગમના ડિરેકટર ઝવેરીભાઈ ઠકરારની ઉપસ્થિતિમાં ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડમા સુધારો વધારો, માં અમૃત્તમ કાર્ડ સહિત સરકારી ૨૨ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લોકોને લાભ આપવામા આવ્યો હતો. ઈણાજ તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તાર માંથી મોટી સંખ્યામાં અરજદારો આ સેવા સેતુ કાર્યક્રમમાં સહભાગી થવાની સાથે જ તેઓના વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો સ્થળ પર જ તુરંત નિકાલ કરાયો હતો.

આ પ્રસંગે મામલતદાર દેવકુમાર આંબલીયા, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહી અરજદારોના પ્રશ્ર્નો ઉકેલવામા આવ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY