મુંબઈ,તા.૨૦
માડલથી ટીવી અભિનેત્રી બનેલી મુંબઈની એક એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાની સાથે થયેલી આ ચોંકાવનારી ઘટના જણાવી હતી. સૂત્રો પ્રમાણે આ ટીવી અભિનેત્રીએ ૨૫ વર્ષનાં એક વ્યક્તિ સામે લગ્નનો વાયદો આપીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
ઉત્તરપ્રદેશની આ એક્ટ્રેસે મુંબઈમાં જ પોતાનું શિક્ષણ પુરુ કર્યું. વર્ષ ૨૦૧૪માં તે આરોપી સાથે એ જ કાલેજમાં ભણતી હતી. બંને વચ્ચે ૭ જુલાઈનાં સોશિયલ મીડિયા દ્વારા વાત શરૂ થઈ હતી અને બંનેએ ફાન નંબર એક્સચેન્જ કર્યા હતા.
આ દરમિયાન છોકરાએ એક્ટ્રેસને પ્રપોઝ કર્યું હતુ અને તે પોતાના પેરેન્ટ્સને મળાવવા દિલ્લી સ્થિતિ આવેલા તેના ઘરે લઇ ગયો હતો. ૪ સપ્ટેમ્બરે આરોપી એક્ટ્રેસને રેન્ટ કાર દ્વારા નીમરાના લઇને ગયો હતો.
આ દરમિયાન તેની બહેન અને દોસ્ત પણ સાથે હતા અને તેઓ એક હોટલમાં રોકાયા હતા. સૂત્રોનાં કહ્યા પ્રમાણે આ દરમિયાન અભિનેત્રી સાથે રેપ થયો હતો.
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “તેણે ભવિષ્યમાં લગ્ન કરવાનું વચન આપ્યું હતુ અને તે રેપ કરતો રહ્યો.” ૬ સપ્ટેમ્બરે એક્ટ્રેસ મુંબઈ આવી ગઈ ત્યારે તેની વાત ફોન પર આરોપી સાથે થઈ હતી અને ત્યારે તેણે અભિનેત્રી સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે આ ઘટના અલવર ડિસ્ટ્રીક્ટનાં નીમરાનામાં થઈ હતી. આ ઘટનાને લઇને ફરીયાદ કરવામાં આવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



