લાહોર હાઈકોર્ટમાં અરજીઃ ભારતીય ફિલ્મો પર કાયમી બૅન મુકો

0
53

લાહોર,તા.૨૩
લાહોર હાઇકોર્ટમાં એક એવી અરજી દાખલ કરવામાં આવી હતી કે ભારતીય ફિલ્મોને પાકિસ્તાનમાં રજૂ કરવા પર કાયમી બૅન જાહેર કરવો ઘટે છે.
વસ્તુતઃ પાકિસ્તાનમાં એવી કચરા જેવી ફિલ્મો બને છે કે જ્યારે કોઇ ભારતીય ફિલ્મ રજૂ થાય ત્યારે થિયેટરો દર્શકોથી ઊભરાઇ જાય છે. ૨૦૧૬માં ઊરી હુમલો થયો ત્યારે અને આ વર્ષે વેલેન્ટાઇન ડેએ પુલવામામાં આતંકવાદી હુમલો થયો ત્યારબાદ ભારતીય ફિલ્મ સર્જકોએ પોતાની ફિલ્મો પાકિસ્તાનમાં રજૂ નહીં કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
એથી પણ આગળ વધીને ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને પાકિસ્તાની ગાયકો, અદાકારો અને અન્ય કલાકારો પર બૅન જાહેર કર્યો હતો. એ જાઇને પાકિસ્તાનમાં કેટલાક લોકોને શૂરાતન ચઢ્યું હતું કે અમે કેમ પાછળ રહી જઇએ ?
શેખ લતીફ નામના પાકિસ્તાની નાગરિકે લાહોર હાઇકોર્ટમાં એવી અરજી કરી હતી કે પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો, નાટકો કે વ્યાપારી પ્રદર્શનો પર કાયમી બૅન મૂકાય એવી જાગવાઇ કરો.
જો કે દેશની સરકાર સિવાય કોઇ કોર્ટ આવું પગલું લઇ શકે નહીં. જા કે લાહોર હાઇકોર્ટે અરજી સ્વીકારી હતી પરંતુ હજુ એના પર સુનાવણી ચાલુ થઇ નહોતી. ૨૦૧૬માં ઊરી હુમલા પછી જા કે પાકિસ્તાનની સરકારે ભારતીય ફિલ્મો, નાટકો અને ટીવી સિરિયલો પર પ્રતિબંધ લાદ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY