પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીનો તખ્તો તૈયાર થઇ ગયો છે. ૨૫મી જુલાઇના દિવસે સામાન્ય ચૂંટણી યોજાનાર છે. પાકિસ્તાનમાં ચૂંટણીને લઇને પાકિસ્તાની સેના પણ તૈયાર છે. પાકિસ્તાનમાં ચૂંટણીની વાત કરવામાં આવે તો આ વખતે ૩૭૧૦૦૦ જવાનો અથવા તો સેનાના કુલ જવાનો પૈકી ૫૯.૮૩ ટકા જવાનોની તૈનાતી કરી દેવામાં આવી છે. પાકિસ્તાની ચૂંટણી પર નજર રાખી રહેલા લોકો માની રહ્યા છે કે વર્ષ ૨૦૧૩માં જે રીતે જવાનોની તૈનાતી કરવામાં આવી હતી તેના કરતા વધારે સંખ્યામાં જવાનો ગોઠવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનમાં વર્ષ ૨૦૧૩ની સરખામણીમાં આ વખતે ત્રણ ગણા વધારે જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે. સરકારના લોકો દાવો કરી રહ્યા છે કે નવાઝ શરીફના શાસનમાં ૨૭૧ ટકા ઓછી ત્રાસવાદી ઘટના બની હતી. આંકડા દર્શાવે છે કે ૨૦૧૩માં ૧૭૧૭ ત્રાસવાદી હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ ૨૦૧૧ની તુલનામાં નવ ટકા વધારે લોકોના મોત થયા હતા. જાણકાર લોકો એમ પણ કહે છે કે ત્રાસવાદીઓને સેના અને કોર્ટનુ સમર્થન મળેલુ છે. ઓક્ટોબર ૨૦૧૭માં પાકિસ્તાની સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફુરે કહ્યુ હતુ કે સરકાર ત્રાસવાદી સંગઠનોના સભ્યોને મુખ્ય ધારામાં સામેલ કરવા માટે રાજકીય પ્રક્રિયા સાથે જાડવા માટે તમામ પ્રયોગો કરી રહી છે. કોર્ટના ચુકાદાથી પણ પ્રશ્નો ઉઠતા રહ્યા છે. નાણાંની વનાત કરવામાં આવે તો ૩.૪૫ લાખ કરોડ રૂપિયાની નાગરિક ક્ષેત્રમાં રહેલી સંપત્તિ સેનાની પાસે છે. જુલાઇ ૨૦૧૬માં તત્કાલીન સંરંક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પાકિસ્તાની સંસદને કહ્યુ હતુ કે સેનાની પાસે ૫૦ ઔદ્યોગિક સંસ્થાઓ પર માલિકી અધિકાર છે. અંદાજ છે કે કિંમત ૧.૩૮ લાખ કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ છે. ૩.૪૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ રહેલી છે. જનની વાત કરવામાં આવે તો ૮૨ ટકા લોકો આજે પણ સેના પર સૌથી વધારે વિશ્વાસ ધરાવે છે. હાલમાં જ જિયો ટીવી માટે ગૈલપ પાકિસ્તાન અને પલ્સ કન્સલ્ટન્ટના સર્વેમાં કહેવામાં આવ્યુ હતુ કે દેશમાં આજે પણ નાગરિકોને સૌથી વધારે વિશ્વાસ સૈન્ય સંસ્થાઓ પર છે. જા કે ૬૮ ટકા લોકો એમ પણ માને છે કે લોકશાહી સરકારમાં જ દેશના વિકાસની બાબત શક્ય છે. ભારતના પૂર્વ વિદેશ પ્રધાન નટવરસિંહે કહ્ય છે કે પાકિસ્તાનમાં પ્રજાતંત્રની જડ લાગી નથી. જ્યારે ભારતમાં આની જડ ખુ મજબુત રીતે લાગી ગઇ છે. પાકિસ્તાનમાં યોગ્ય રીતે લોકશાહી નથી. આંતરિક સમસ્યા ખુબ ઉંડી છે. હિન્દુસ્તાનને ગાળો આપવામાં આવે તે પાકિસ્તાનની રાજનીતિ રહી છે. તેની વિદેશ નીતિ પણ આ જ છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે ભારત આજે ખુબ વ્યસ્ત અને સફળ દેશોમાં છે. તેની પાસે આ પ્રકારની ખોટી બાબતો પર વિચારણા કરવાનો સમય નથી. પાકિસ્તાનની રચના સંયુક્ત ભારતની ૧૬ ટકા વસ્તી, ૧૭ ટકા ક્ષેત્ર અને ૩૦ ટકા લશ્કરી બળોની સાથે કરવામાં આવી હતી. એક નવા દેશ માટે આ ખુબ મોટી સેના હતી. જેના પર દેશના એક મોટા બજેટ હિસ્સાને ખર્ચ કરવામાં આવે છે. રચના કરવામાં આવ્યા બાદ ટુંક સમયમા પાકિસ્તાની નેતાઓ, અધિકારીઓ અને સૈન્ય અધિકારીઓની બિમારી સપાટી પર આવવા લાગી ગઇ હતી. જેના કારણે પોતાનુ મહત્વ જાળવી રાખવા માટે અન્યોને બહારનો રસ્તો બતાવવા લાગી ગયા હતા. આસ્પર્ધામાં સેના સૌથી આગળ નિકળી ગઇ હતી. જિણાના મોત અને પ્રથમ વડાપ્રધાન લિયાકત અલીની હત્યા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનના શરૂઆતી દોરનો અંત આવ્યો હતો. ત્યારબાદની અવધિ મોહમ્મદ જિયા ઉલ હક જેવા જનરલોનો આવ્યો હતો. જેના કારણે સેનાનુ મહત્વ વધતુ ગયુ હતુ. પૂર્વ વિશેષ કેબિનેટ સચિવ તિલક દેવાશોરે પોતાના પુસ્તકમાં કહ્યુ છે કે કઇ રીતે માત્ર એક ધર્મ ઇસ્લામ ધર્મની સત્તાને મજબુત કરવા માટે કામ થયા છે. પાકિસ્તાની સેનાના આવા કૃત્યોના કારણે દેશના નાયકોને હાસ્યાસ્પદ સ્થતીમાં મુકી દેવામાં આવ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




