સુરતમાં આજથી શરૂ થયેલી ધો.૧૦-૧૨ની પરીક્ષામાં પણ કેટલાક ભાજપના નેતાઓએ વિવાદ ઉભો કર્યો છે. વિદ્યાર્થીઓને ભાજપનો ખેસ પહેરીને શુભેચ્છા આપવા નેતાઓ સ્કુલ કેમ્પસમાં પહોંચી જતાં નવો વિવાદ ઉભો થયો છે. પરીક્ષાની શુભેચ્છામાં પણ ભાજપના કેટલાક નેતાઓનું રાજકારણ સુરતમા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, શાળા સંચાલકોએ પણ કેમ્પસમાં ભાજપના ખેસ પહેરીને આવેલા નેતાઓ સામે ચૂપ થતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત ભાજપના કેટલાક નેતાઓ પોતાનો પ્રચાર કરી પ્રસિધ્ધિ માટે એક પણ તક ચુકતાં નથી. આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં ભાજપના નેતાઓ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે પહોંચી ગયાં હતા. ભાજપના કેટલાક નેતાઓની ઘેલછા વિદ્યાર્થી અને વાલીઓ માટે મુશ્કેલ બની ગઈ હતી. પરીક્ષા માટે જતાં વિદ્યાર્થીઓને શુબેચ્છા આપવાના નામે પ્રસિધ્ધિ મેળવવા માગતા કેટલાક ભાજપના નેતાઓ ભાજપનો ખેસ પહેરીને પરીક્ષા આપવા માટે પહોંચી ગયાં હતા. વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાના બદલે તેમનું વધુ ધ્યાન ફોટો સેશનમાં જ જોવા મળ્યું હતું. સ્કુલ કેમ્પસમાં ભાજપના ખેસ પહેરીને નેતાઓ ઘુસી ગયાં છતાં સંચાલકોએ એક હરફ પણ ઉચ્ચાર્યો ન હોવાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળતો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"