ન્યુ દિલ્હી,તા.૧૪
ભારતમાં ભાગડુ જાહેર થયેલો દારુનો બિઝનેસમેન વિજય માલ્યા બાદ હવે બીજા એક ભાગેડુ લલિત મોદીએ નાણામંત્રી અરુણ જેટલીને પર નિશાન સાધ્યું છે. લલિત મોદીએ ટ્વીટ કરીને માલ્યાના દાવાઓને સાચા ગણાવ્યા છે. મોદીએ જેટલીની સરખામણી સાપ સાથે કરતાં કહ્યું કે, અરુણ જેટલીને જુઠ્ઠુ બોલવાની આદત છે
લલિત મોદીએ વિજય માલ્યાની જેટલી સાથેની કથિત મુલાકાત પર કહ્યું કે, જેટલી કેમ ના પાડી રહ્યાં છે જ્યારે લોકો આ વાતને જાણી ચૂક્યા છે. અરુણ જેટલીને જુઠ્ઠુ બોલવાની આદત છે. તમે એક સાપ પાસે શું આશા રાખી શકો છો. તેને પોતાના ટ્વીટમાં અરુણ જેટલી અને વિજય માલ્યાને પણ ટેગ કર્યા છે.
પૂર્વ આઇપીએલ કમિશનર લલિત મોદી પર આઇપીએલના ઠેકા લેવામાં રિશ્વત લેવા, મની લાન્ડ્રિંગનો આરોપ છે. તે ભારતમાંથી ૨૦૧૦થી ફરાર છે અને તેના લંડનમાં હોવાની વાતો અવારનવાર સામે આવતી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



