પટના,તા.૧૪
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની પુત્રી આશા પાસવાને પિતા સામે ખુલીને મોરચો માંડ્યો છે. આશાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે તે રાષ્ટ્રીય જનતા દળ ટિકિટ પર પિતા સામે ચૂંટણી જંગમાં ઉતરશે. પાસવાનની પુત્રીએ ઉમેર્યું કે જા રાજદ તેને ટિકિટ આપશે તો તે હાજીપુરથી પિતા સામે રણશિંગુ ફૂંકશે અને ચૂંટણી લડશે. આશા પાસવાને રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને કાકા કહ્યા હતા અને તેજસ્વી યાદવને પોતાનો નાનો ભાઈ ગણાવ્યો હતો.
આશા પાસવાને આક્ષેપ કર્યો હતો કે પિતાએ હંમેશા ભાઈ ચિરાગ પાસવાનને જ આગળ વધારવા વિચાર્યું હતું. દીકરી વિશે ક્્યારેય વિચાર્યું નહીં. આશાએ આક્ષેપમાં વધુ જણાવ્યું કે તે છોકરી હોવાથી કાયમ તેની અવગણા કરાઈ હતી. પિતા પાસવાન હંમેશા ભેદભાવ કરતા હોવાનો પણ આશાએ આક્ષેપ કર્યો હતો.
નોંધનીય છે કે રામવિલાસ પાસવાને બે લગ્ન કર્યા છે. આશા પાસવાનની મા રામ વિલાસ પાસવાનની પ્રથમ પત્ની હતી. તે બિહારના પૈતૃક ગામમાં રહે છે. આશાના ભાઈ ચિરાગ પાસવાન રામ વિલાસ પાસવાનની બીજી પત્નીના એકમાત્ર પુત્ર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





