અમદાવાદ,
તા.૨૮/૪/૨૦૧૮
ક્ષ્સરકારી સહાય મેળવવા અમદાવાદ આવેલી પાલનપુરની મહિલાએ બાળક ગુમાવ્યું
ગુજરાતમાં નાના બાળકોના અપહણના કિસ્સાઓ બનતા રહે છે. ચોકલેટ કે અન્ય વસ્તુઓની લાલચ આપીને બાળકોના અપહરણ થતા કિસ્સાઓ છાસવારે બને છે. પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ૧૩ દિવસના બાળકને વજન કરવાના બહાના હેઠળ મહિલાએ અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. દંપતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અપહરણ કર્તા મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ ફરાર મહિલાને પકડાવની તજવીજ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે પાલનપુરના ગર્ભવતી પત્ની સાથે દંપતીને એક મહિલા લલચાવીને અમદાવાદ સિવિલ હોસ્પટલમાં લઇને આવી હતી. મહિલાએ આ દંપતીને એવી લાલચ આપી હતી કે, ડિલિવરીના ખર્ચ પેટે સરકાર તરફથી રૂ.૧૨,૦૦૦ આપવામાં આવશે. આ લાલચમાં ભોળવાઇને દંપતી અમદાવાદ સિવિલ હોસ્પટલ આપ્યા હતા જ્યાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.
આ મહિલાએ વજન કરાવવાનું કહીને માતા પાસેથી તેના ૧૩ દિવસના બાળકને લઇ ગઇ હતી. ગણો સમય પસાર થતાં આ મહિલા પોતાના બાળક સાથે પરત ન ફરતા માતાને બાળકનું અપહરણ થયું હોવાનું માલુમ પડ્યું હતું. આમ અપહરણકર્તા મહિલા સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દંપતીની ફરિયાદના આધારે પોલીસે મહિલા સામે અપહરણની ફરિયાદ નોંધીને તેને પકડવાની તજવીજ હાથધરી છે.
૧૩ દિવસના બાળકને માતા પાસેથી લઇને ફરાર થતી મહિલા સિવિલ હોસ્પટલ પાસે લગાવવામાં આવેલા સીસીટીવી ઝડપાઇ ગઇ છે. સીસીટીવમાં દેખાય છે તેમ મહિલા બાળકને લઇે રીક્ષામાં બેસીને ફરાર થઇ ગઇ હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"