લાંચિયા બાબુઓની ખેર નહિ,એસીબી મજબૂત પુરાવા ઊભા કરી જેલના સળિયા પાછળ મોકલશે

0
22

ન્યુ દિલ્હી,તા.૧૧
અત્યાર સુધી દેશના સૌથી ચકચારી કેસોની તપાસમાં મહત્વનો ભાગ ભજવનારી એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) હવે લાંચિયા અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલવા મજબૂત પુરાવાઓ ઉભા કરી રહી છે.
રાજયમાં સૌ પ્રથમ વાર એસીબીએ એવી કલમો લાંચિયા બાબુઓના કેસમાં આઈપીસીની કલમ ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણની કલમ લગાવવાનું શરૂ કર્યું છે. જેથી આ કેસમાંથી છટકવુ અશકય બની જશે. અત્યાર સુધી લાંચ લેવાના કેસમાં ફિલોપ્થેલીન પાવડર દ્રારા ટ્રેપ ગોઠવીને રંગેહાથે ઝડપીને કેસ કરાતો હતો. તેમાં આરોપીઓ આબાદ છટકી જતાં હતા. પણ હવે એસીબીએ ટ્રેપની સાથોસાથ કાયદાની કલમોનો અભ્યાસ કરીને તેનો ઉપયોગ શરૂ કર્યો છે.
રાજયમાં લાખોની સંખ્યામાં લાંચ રૂશ્વતના બનાવો બનતા હોવા છતાંય લોકોની આળસ અને જાગૃતતાના અભાવે ગણ્યાં ગાંઠયા ફોન જ એસીબી કન્ટ્રોલ રૂમ પર આવે છે. આમ છતાંય એસીબી દરેક ફોનને ગંભીરતાથી લઈને પરિણામ સુધી પહોચવા પ્રયાસ કરે છે અને તેમાં મોટાભાગના કેસમાં સફળતા મેળવી રહી છે. હવે સમયની સાથોસાથ એસીબી કયા હથિયારો- ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.
એક સમયે પુરાની ઢબે કામ કરતી એસીબી હાલ સાયન્ટીફીક પધ્ધતિ અને કાયદાની તેજ કલમોનો ઉપયોગ કરી રહી છે. જેમાં વોઈસ ટેસ્ટથી લઈને નાર્કો, ક્રાઈમ સીન પ્રોફાઈલીગથી લઈને ડીએનએ ટેસ્ટ કરાઈ રહ્યાં છે. એટલે સુધી કે લાંચ કેસમાં વિશ્વમાં સૌ પ્રથમ કેસ એસીબીએ ગુજરાતમાં કર્યો છે. જેમાં ફોરેસ્ટ અધિકારી ચંદ્રકાંત જાષી ચલણી નોટ ખાઈ જતાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો છે.
આમ એક સમયે શાંત રીતે કામ કરતી એસીબીમાં શા માટે આટલા મોટા કેસમાં ઉછાળો આવ્યાં, શા માટે એક બાદ એક લાંચિયા અધિકારીઓ જેલના સળિયા ગણી રહ્યાં છે શા માટે તેમને જામીન મળી શકતા નથી શા માટે તેમને પુરેપુરા રિમાન્ડ મળી રહ્યાં છે તેની પાછળનું અસલી રહસ્ય છે સીબીઆઈમાં સાત વર્ષ સુધી બજાવેલી ફરજનો અને લાંચિયા અધિકારીઓને કોઈ પણ કાળે નહી છોડવા માટેની મક્કમતા ધરાવતા એસીબી ડાયરેકટર કેશવ કુમાર અને તેમની ટીમની કામગીરીનું.
ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે એસીબીના હેલ્પલાઈન નંબર ૧૦૬૪ પર કરાયેલા કોલનું રેકોર્ડીંગ તો થાય છે. સાથોસાથ આ ફોનને એસીબી ડાયરેકટર કેશવ કુમાર ખુદ ધ્યાનથી સાંભળે છે અને જો તેમાં તથ્ય હોય તો આગળ જે તે ટીમને ફોરવર્ડ કરીને આગળ વધવાનો આદેશ આપે છે. તેવી જ રીતે ઘણા લોકોને એ પણ ખબર નથી કે એસીબીમાં લાંચિયા તત્વોની કરાયેલી ફરિયાદમાં નામ-નંબર-ઓળખ ગુપ્ત રહે છે. એટલું જ નહિ ફરિયાદીને કરાયેલા કોલ બાદ એસીબીમાં સાંભળવા માટે બોલાવાય છે. જો ફરિયાદી જે રૂબરૂ આવવા સક્ષમ ન હોય તો ખુદ એસીબીની ટીમ ઘરે જાય છે.
એસીબીમાં લાંચિયા બાબુઓ સામે કરાયેલી ફરિયાદ બાદ ફરિયાદી કે સાક્ષીને ધાક ધમકી કે અન્ય કોઈ પણ પ્રકારના ભય કે જોખમ હોય તો એસીબી દ્રારા તેમને પોલીસ રક્ષણ પુરુ પાડવામાં આવે છે જયાં સુધી કેસ ચાલે ત્યાં સુધી મહત્વના કેસમાં પોલીસ રક્ષણ ૨૪ કલાક મળે છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY