સરીગામ માં આઠ લાખ ના સોનાના દાગીના ની બેખોફ લૂંટ

0
253

ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે કારમાં આવેલા બે અજાણ્યા ઈસમો જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસી દુકાનના માલિક પર છરા વડે હુમલો કરી દુકાનમાં મુકેલા લગભગ રૂ. આઠ થી નવ લાખના સોનાના દાગીના લૂંટી ફરાર થઈ જતાં સમગ્ર પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ બાબતની જાણ ભિલાડ પોલીસ મથકને કરાતાં પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુંઓનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
સરીગામ મુખ્ય બજારમાં આવેલા પુજા જ્વેલર્સમાં માલિક નારાયણ તેજારામ કુંભાર ગલ્લા પર બેઠા હતા. દરમિયાન બપોરના ૩:૨૫ વાગ્યાના સુમારે બે અજાણ્યા યુવાનો ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશી પ્રથમ એકે છરા વડે નારાયણ કુંભાર પર હુમલો કરી તેને જખમી કરી દુકાનમાં જે હોય તે આપી દેવાનો આદેશ આપ્યો હતો. દુકાનના માલિકે જીવ બચાવવા શોકેસમાં મુકેલા સોનાના દાગીના આપી દીધા હતા. દરમિયાન દુકાનમાં ફર્નિચરનું કામ કરતાં શશીકાંત શિવપાલક વિશ્વકર્મા તેને બચાવવા દોડી આવતાં લૂંટારુઓએ તેના પર પણ છરા વડે હુમલો કરી જખમી કરી દીધો હતો. બે થી ત્રણ મિનિટમાં દુકાનદાર પર બે વાર અને તેને બચાવનાર આવનાર મિસ્ત્રી પર હુમલો કરી લગભગ ૩૦૦ ગ્રામ સોનાના દાગીના લગભગ આઠ થી નવ લાખની લૂંટ ચલાવી પલકવારમાં રફુચક્કર થઈ ગયા હતા. આ બાબતની જાણ ભિલાડ પોલીસ મથકમાં કરાતાં પોલીસ એફએસએફ ટીમ સાથે ઘટના સ્થળે દોડીઆવી હતી. ભિલાડ પોલીસે દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા જેની ગાડી દ્વારા આવેલા ૨૫થી ૩૦ વર્ષની વયના બે ઈસમો દુકાનમાં પ્રવેશતાં જણાયા હતા. પોલીસે બંનેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ સમગ્ર તાલુકામાં નાકાબંધી કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સરીગામ મુખ્ય બજાર વિસ્તારમાં લૂંટની ઘટના બન્યાના સમાચાર વાયુવેગે ફેલાતાં વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY