ઘણા વર્ષ થી તબીબી સહાયના માસિક 500 રૂપિયા પીડિતોને મળતા હોય હાલ મોંઘવારી વધતા બમણા નાણાં કરાય એ જરૂરી
વિશ્વ એડ્સ દિને રેલી કે અન્ય તાયફા બંધ કરી સરકારી સહાય વધારી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓ માટે સહાય વધારવી જોઈએ
સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ કે અલગ અલગ પગાર પંચ મેળવવા આંદોલન બાદ નાણાં મળતા હોય છે ત્યારે એચઆઈવી પીડિતો પોતાની ગુપ્તતા જાળવવા સમાજ સામે ન આવી શકતા હોય સરકારે માસિક સહાય માં વધારો આપવો જોઈએ
રાજપીપળા : નર્મદા જિલ્લામાં 160 થી વધુ એચઆઈવી પીડિત દર્દીઓ છે જેમાં મોટાભાગના આર્થિક પછાત કહી શકાય તેવા હોય ત્યારે દસેક વર્ષ થી સરાર દ્વારા આ પીડિતો માટે અલગ અલગ સહાય શરુ કરાય છે જેમાં એક તબીબી સહાય હોય આ સહાય માં દર વર્ષે એક ફોર્મ ભરી આરોગ્ય વિભાગમાં આપવાનું હોય જેમાં દર મહિને 500 રૂપિયા ની સહાય દર્દીના બેંક ખાતા માં જમા થતી હોય છે પરંતુ હાલ વધતી મોંઘવારીં માસિક 500 રૂપિયા મામૂલી ગણાય માટે તેમાં વધારો કરવા નર્મદા જિલ્લાના ના Hiv ગ્રસ્તો ની માંગ છે .આ બાબતે અગાઉ ઘણી વાર તંત્ર સહીત સરકારમાં પણ રજુઆત કરવામાં આવી હતી છતાં વર્ષો બાદ પણ કોઈજ વધારો થયો નથી ત્યારે આ દર્દીઓની દયાજનક સ્તિથી એ છે કે એ કોઈ જાહેરમાં આવી સકતા નથી નહિ તો સમાજ સામે પોતાની ગુપ્તતા ખુલ્લી પડી શકે ત્યારે લોકો ભેદભાવની નજરે જોતા થાય એક તરફ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ કે અલગ અલગ પગાર પાંચ આપવા સરકાર જુકી જાય છે કેમકે આ લોકો આંદોલન હડતાલ નું શસ્ત્ર ઉગામે છે ત્યારે બીજી તરફ એચઆઈવી પીડિતો પોતાની ગુપ્તતા જાળવવા જાહેરમાં આવી શકતા નથી માટે સરકારે આવા આજીવન દવાઓ પર જીવતા અને પરિવારના સ્થંભ સમાન દર્દીઓની તકલીફમાં સહભાગી થઈ સહાયના નાણાં માં વધારો કરવો જોઈએ
વિશ્વ એઇડ્સ દિને રેલી કે અન્ય તાયફા બંધ કરી સહાય વધારવી જોઈએ : એચઆઈવી પીડિત, (રાજપીપળા)
નર્મદા જિલ્લાના એક એચઆઈવી પીડિતે જણાવ્યું કે વર્ષો પેહલા રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલી આ સહાયમાં મહિને ફક્ત 500 રૂપિયા મળે છે તેમાં એક ટંક નાસ્તો કે અન્ય મામૂલી ખર્ચ પણ ન નીકળે માટે સરકારે મોંઘવારી પ્રમાણે અમારી તરફ જોઈ તેમાં વધારો કરવો જોઈએ બાકી વિશ્વ એઇડ્સ દિને નીકળતી રેલી કે અન્ય જાગૃતિ ના તાયફા અર્થ વગરના હોય તેમાં લખો નો ધુમાડો ન કરી સહાય વધારવા સરકાર ધ્યાન આપે એ અમારા અને અમારા પરિવારના હિત માં હશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





