છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

0
8

શ્રીનગર, તા. ૨૫
છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં આ વર્ષે અમરનાથ શ્રદ્ધાળુઓની સંખ્યામાં સૌથી વધુ વધારો નોંધાયો છે. આ વર્ષે ૬૦ દિવસ સુધી અમરનાથ યાત્રા ચાલી હતી. જ્યારે ગયા વર્ષે અમરનાથ યાત્રા ૪૦ દિવસ સુધી ચાલી હતી. ગયા વર્ષે અમરનાથમાં દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓની સંખ્યા ૨૬૦૦૦૩ નોંધાઈ હતી. જેની સરખામણીમાં આ વર્ષે સંખ્યામાં વધારો નોંધાયો છે અને આંકડો ૨૮૪૩૩૨ સુધી પહોંચ્યો છે. ૨૦૧૨ બાદથી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની વાત કરવામાં આવે તો સૌથી વધુ સંખ્યા ૨૦૧૪માં નોંધાઈ હતી. તે ગાળામાં અમરનાથ યાત્રીઓની સંખ્યા ૩૭૨૯૦૯ સુધી પહોંચી હતી. ૨૦૧૩ અને ૨૦૧૫માં પણ આંકડો ખૂબ મોટો રહ્યો હતો. બીજી બાજુ છેલ્લા થોડાક વર્ષના ગાળામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે કુદરતી રીતે બનતા શિવલીંગ ઓગળી જવાની પ્રક્રિયા પણ વહેલીતકે પરિપૂર્ણ થઈ રહી છે. આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વર્ષ ૨૦૧૭માં જે કુલ સંખ્યા નોંધાઈ હતી તે સંખ્યાના આંકડાને માત્ર ૩૩ દિવસના ગાળામાં જ પાર કરી ગઈ હતી. ત્યારબાદ અમરનાથ યાત્રાને વારંવાર સસ્પેન્ડ કરવા, ખરાબ હવામાનના લીધે બંધ રાખવા અને હિંસાના કેટલાક બનાવોના લીધે અમરનાથ યાત્રાને બંધ રાખવાના પરિણામ સ્વરૂપે શ્રદ્ધાળુઓની સંખ્યા ત્રણ લાખ સુધી પહોંચી શકી ન હતી. યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ત્રણ લાખથી ઉપર પહોંચશે તેમ પહેલા માનવામાં આવી રહ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અમરનાથ યાત્રાને બંધ રાખવાની ફરજ પડી હતી. અમરનાથ યાત્રા પૂર્ણ થાય તેના ચાર દિવસ પહેલા યાત્રાને ત્રણ દિવસ માટે મોકૂફ કરવામાં આવી હતી. આવતીકાલે છડીમૂબારક સાધુઓના ગ્રુપ દ્વારા શ્રીનગરમાં દસનામી અખાડા ખાતે મેળવી લીધા બાદ આગળ વધશે. પંજતારીની ખાતે પહોંચ્યા બાદ હવે આવતીકાલે ગુફામાં પહોંચશે જ્યાં પૂજા બાદ યાત્રા પૂર્ણ જાહેર કરાશે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરોછ
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY