વાઘેથા ગામના જ એક જાગૃત નાગરિકે ડીડીઓ, ટીડીઓ ને લેખિત રાજુઆત કરતા પંચાયત વર્તુળોમાં ખળભળાટ,100 લાઈટોની જગ્યાએ 70 લાઈટો નાખી હોવાનો આક્ષેપ
રાજપીપળા:નાંદોદ તાલુકાના વાઘેથા ગામના એક જાગૃત નાગરિક ચંદ્રકાન્ત મનસુખ વસાવાએ પોતાના જ ગામની પંચાયત દ્વારા એલ.ઇ.ડી.લાઈટોના નામે સરપંચ-ઉપસરપંચ દ્વારા લાખો રૂપિયાની ભ્રષ્ટાચાર આચરાયો હોવાની લેખિત રજુઆત ડીડીઓ અને ટીડીઓને કરતા ખળભળાટ મચી ગયો છે.સાથે સાથે એમણે આ મામલે યોગ્ય તપાસ કરી જો સરપંચ-ઉપસરપંચ કસૂરવાર ઠેહરાય તો યોગ્ય કાર્યવાહીની પણ માંગ કરી છે.
નાંદોદ તાલુકાના વાઘેથા ગામના જાગૃત નાગરિક ચંદ્રકાન્ત મનસુખ વસાવાએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે વાઘેથા ગ્રામ પંચાયતના સરપંચ સોમી બાબુ વસાવા તેમજ ઉપસરપંચ કિરીટ દાદુ વસાવાએ ગામમાં 900 રૂપિયાની કિંમતની એક લાઈટ મળી કુલ 100 એલઈડી લાઈટની જગ્યાએ હલકી ગુણવત્તા વાળી ફક્ત 70 એલઈડી લાઈટો જ નાખી છે.9 લાખની કિંમતની 100 લાઈટો નાખી હોવાનું જણાવી એમાંથી 3 લાખ રૂપિયા ઉપાડી પણ લીધા છે,સાથે સાથે જે એલઈડી લાઈટો નંખાઈ છે એ પણ બંધ હાલતમાં છે,મારી જાણ મુજબ ગામમાં ઘણી જગ્યાએ એલઈડી લાઈટો નંખાઈ જ નથી તો આ સરકારી નાણાંમાં ગેરરીતિ આચરી છે.બીજું કે ફેબ્રુઆરી થી ઓક્ટોબર સુધી એક પણ સામાન્ય સભા થઈ નથી તો કયા ઠરાવના આધારે આ વિકાસના કામો થયા એ બાબત પંચાયતના સભ્યોને પણ ખબર નથી.અમારી ગ્રામ પંચાયતમાં સરપંચ-ઉપસરપંચ દ્વારા અંધેર વહીવટ ચલાવાઈ રહયો છે.વાઘેથા ગ્રામ પંચાયત દ્વારા એલઈડી લાઈટોના નામે અચરાયેલો ભ્રષ્ટાચાર મુદે તપાસ કરી કસુરવારો સામે યોગ્ય કાર્યવાહી કરવા મારી માંગ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



