સુરત, તા.૩
ગત તા.૨૨-૧૦-૨૦૧૮ થી તા.૩૦-૧૦-૨૦૧૮ દરમ્યાન સુરત, ગુજરાતથી બે મહિલા વકીલ જેમાં એડવોકેટ પ્રીતિ જાષી તથા દીપિકા ચાવડા તથા મધ્યપ્રદેશથી એડવોકેટ રાજેન્દ્ર સૂર્યવંશી અને દિલ્હીથી ડૉ. સંજુ કાજલ લંડન ખાતે ડા÷. બાબા સાહેબ આંબેડકર સંલગ્ન પંચતીર્થ યાત્રા કે જેમાં મુખ્યત્વે ભારતીય ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે જાડાયેલા સ્થળો, મહુ મધ્યપ્રદેશ, નાગપુર, દિલ્હી, મુંબઈ અને લંડન આ પંચ સ્થળોને કેન્દ્ર સરકાર દ્વારા પંચતીર્થ યાત્રા તરીકે ઘોષિત કરેલી છે. આ પંચતીર્થ યાત્રાના અંતિમ પડાવ યાને કે લંડન ખાતે ડૉ. બાબા સાહેબ દ્વારા જ્યાં લંડન સકૂલ અોફ લો અને ગ્રેસ ઈનમાં ઉચ્ચ અભ્યાસ કરી બાર એટ લોની ડોક્ટરેટ ઉપાધિ હાંસિલ કરેલી તે સ્તળે તથા બાબા સાહેબ જેમાં ૧૦ હેનરી કીન્સ રોડ ઉપર રહેતા હતા તે ઘરની મુલાકાત લીધેલી, કે જ્યાં આજે પણ ભારતીય બંધારણ તથા બાબા સાહેબના હાથે લખેલા પત્રો અને પુસ્તિકાઅો ઉપલબ્ધ છે. આમ, ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે બાબા સાહેબે દેશનું નામ રોશન કર્યું તેવા ઐતિહાસિક સથળો કહી શકાય, તેની મુલાકાત લઈ પંચતીર્થ યાત્રાનું સમાપન કરી આ ભારતની પ્રથમ પંચતીર્થ યાત્રા તરીકેનું સન્માન ફેડરેશન અોફ આંબેડકર એન્ડ બુદ્ધિષ્ટ અોર્ગેનાઈઝનના ટ્રસટી ગૌતમ અને વીર ડી દ્વારા એડવોકેટ પ્રીતિ જાષી તથા દીપિકા ચાવડા, એડવોકેટ રાજેન્દ્ર સૂર્યવંશી તથા સંજુ કાજલને સર્ટીફિકેટ એનાયત કરી સન્માન કરવામાં આવેલું. જે ભારતીયો માટે ગૌરવની વાત છે.
આભાર – નિહારીકા રવિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




