હવે થાણેથી મુંબઈ દરિયા વાટે બે રૂટ વચ્ચેની ફેરી સર્વિસને કેન્દ્રની લીલી ઝંડી

0
18

મુંબઈ,તા.૩૦
થાણે અને મુંબઈ વચ્ચેની થકવી દેનારી ટે્રન, બસ કે કારની મુસાફરીથી મુંબઈ અને થાણેકરોને છુટકારો મળે તેવી શક્યતા વર્તાઈ રહી છે. સરફેસ ટ્રાન્સપોર્ટ અને ઈનલેન્ડ વાટરવૅઝ મિનિસ્ટ્રીએ બન્ને શહેરો વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી છે. ગયા અઠવાડિયે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે યોજાયેલી બેઠકમાં ગડકરીએ થાણ મહાનગરપાલિકાને આ પ્રોજેક્ટ માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો. અગાઉ કલ્યાણથી થાણે અને વસઈ વચ્ચે ફેરી શરૂ કરવાનો પ્રસ્તાવ મુકાઈ ગયો છે. મુંબઈથી થાણે વચ્ચેની ફેરી એ બીજા તબક્કો રહેશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર હવે થાણે પાલિકા કામ શરૂ કરશે. થાણેના સાકેતથી ટ્રોમ્બે અને એલિફન્ટા થઈ ગૅટ વૅ સુધી ફેરી આવશે. આ બન્ને સ્ટેશનો વચ્ચે કલવા, વિટાવા, ઐરોલી, વાશી વગેરે સ્ટેશનો પર પણ રોકાશે. થાણે અને નવી મુંબઈ વચ્ચેનો રૂટ સાકેત, વાશી, નેરુલ,બેલાપુર અને તળોજાને જાડશે. ગડકરી અને ફડણવીસ સામે ફિઝિબિલિટી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. બન્નેએ પ્રોજેક્ટને લીલી ઝંડી આપતા હવે કામ વહેલી તકે શરૂ થાય તેવી સંભાવના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY