સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાશ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લાના જુગારીઓ પર વોચ રાખવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને જૂગાર ના કેસો શોધી કાઢી, જુગારની બદી નાબૂદ કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે….
લીંબડી ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી પ્રદીપસિંહ જી. જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પાણશિણા પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ. ડી.જે.વાઘેલા, તથા એ.એસ.આઈ. એમ.બી.જાડેજા, ના ઓને બાતમી મળેલ કે પાણશિણા પો. સ્ટે. ના જાંબુ ગામે જુગાર રમાય છે.
પાણશિણા પોલીસ ને મળેલ બાતમી આધારે લીંબડી ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પાણશિણા પોલીસ પોલીસ સબ ઇન્સ. ડી.જે.વાઘેલા, તથા એ.એસ.આઈ. એમ.બી.જાડેજા, તથા હેડ કોન્સ્ટેમ્બલ ચંદુભાઈ પ્રભુભાઈ, પોલીસ કોન્સ. નવઘણભાઈ માવજીભાઈ સહિત ટીમ દ્વારા ઉપરોક્ત જાંબુ ગામે જાહેર માં જી.ઈ.બી.ના થાંભલા ની લાઈનના અંજવાળે સીદાવાલાના જાપવાળા ના ચોકમાં ગોળ કુંડાળું વળી તીન પત્તી નો જુગાર રમતા આરોપીઓ (૧) આરીફ નુરાભાઇ ખસાલા, (૨) સિંકદરભાઈ કાસમભાઈ ખલીફા (૩) જુસબભાઈ રસુલભાઈ કુતીમાર આ ત્રણેય રહે. જાંબુના રહેવાસી જાહેર માં રમતા તા. ૨૧/૦૮/૨૦૧૮ ના કલાક ૦૦/૪૦ વાગ્યે રોકડ રૂ.૧૦,૩૦૦/- ના મુદ્દા માલ સાથે પકડાયેલ ગયેલ હોય જે ત્રણેય ની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળ ની કાયદેસર ની કાર્યવાહી કરી તપાસ એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ બી. જાડેજા કરી રહીયા છે.
રીપોટર : દીપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




