આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી માસૂમ બાળકીની લાશ સ્વીકારવા પરિવારનો ઈનકાર

0
14

સુરત, તા. ૧૬
ગતરોજ લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરી તેનું ગળુ દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર આરોપી ન પકડાય ત્યાં સુધી બાઇળકીનો મૃતદેહ ન સ્વીકારવા સાથે પરિવારના સભ્યો અને સમાજના આગેવાનો દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણા યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્ના છે.
સ્મીમેર હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગોડાદરા ખાતે પતિ-પત્ની બે પુત્રીઅો અને ચાર મહિનાનો પુત્ર સાથે પરિવાર રહેતો હતો. રવિવારે રાત્રે આઠેક વાગે સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી ઘર સામે રમવા ગઈ હતી જે પાછી ન ફરતા રાત્રે ૧૧ વાગે તેણીના ગુમ થવાની ફરિયાદ કરવામાં આવી હતી. સોમવારે લિંબાયત પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, પીસીબી, એસઅોજી સહિત ૧૦ ટીમો બનાવીને બાળકીની સઘન શોધખોળ હાથ ધરી હતી. સોમવારે સાંજે ૪ વાગે બાળકી જે રૂમમાં રહેતી હતી તેના નીચેના બંધ રૂમનો દરવાજા તોડીને જાતા અંદરથી માસૂમ બાળકીની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. આ મકાનમાં રહેતો અનિલ યાદવ રૂમ બંધ કરી નાસી છૂટયો હતો. લીંબાયત પોલીસે બાળકીનું પોસ્ટમોર્ટમ સ્મીમેર હોસ્પિટલમાં કરાવ્યુ઼ છે. આજે સવારે માસૂમ બાળકીના માતા-પિતા પરિવારના સભ્યો સંબંધીઅો પાડોશીઅો અને સમાજના આગેવાન સ્મીમેર હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા.
સ્મીમેર હોસ્પિટલ ખાતે સમાજના અગ્રણી સુરેશ સોનવણે, કૃણાલ સોનવણે, મોતીલાલભાઈ, ભાનુભાઈનાઅો સાથે સમાજના લોકોએ અને બાળકીના માતા-પિતા દ્વારા જ્યાં સુધી આરોપી પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય લીધો હતો. સમાજના આગેવાનો દ્વારા ધરણા યોજી સૂત્રોચ્ચાર કરીને આરોપીને ફાંસી આપવાની માગ કરી હતી. લીંબાયત પી.આઈï, એસીપી, ડીસીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઅો ઘટના સ્થળે પહોîચી સમાજના આગેવાનો અને પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY