રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલની હાજરી મુક્તિ અંગે કોર્ટમાં રિપોર્ટ

0
28

સુરત, તા. ૧૬
અમરોલી પોલીસ મથકમાં નોîધાયેલા રાજદ્રોહના કેસમાં મંગળવારના રોજ હાર્દિક પટેલ સહિત ત્રણ આરોપીઅોની મુદ્દત હતી, પરંતુ હાર્દિક પટેલના એડવોકેટ યશવંતસિંહવાળાએ તેની હાજરી મુક્તિનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. વધુ સુનાવણી ૩જી નવેમ્બરના રોજ હાથ ધરાશે.
આ કેસની વિગતો એવી છે કે, પાટીદાર આંદોલન દરમિયાન મોટા વરાછા ક્રિષ્ણા રેસિડેન્સી ખાતે રહેતા વિપુલ દેસાઈ અનેચરાગ દેસાઈને ત્યાં જઈને પોલીસ વિરુદ્ બેફામ નિવેદનો કર્યા હતા. જેની સામે ડીસીપી મકરંદ ચૌહાણે અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહની ફરિયાદ હાર્દિક, ચિરાગ, તથા વિપુલ દેસાઈની સામે નોધાવી હતી. તાત્કાલિક ડીસીબી, પીઆઈ જે.એચ. દહીયાએ તબક્કાવાર ત્રણેય આરોપીઅોની ધરપકડ કરી હતી. લાજપોર જેલમાં મોકલાયા બાદ તેઅોને અદાલતે જામીન મુકત કરતો હુકમ પણ કર્યો હતો. ડીસીબીના પીઆઈ દ્વારા ત્રણેય આરોપી સામે ચાર્જશીટ રજૂ કરાયા બાદ અદાલતે આરોપીઅો સામે ચાર્જ ફ્રેમ ફટકાર્યો હતો. મંગળવારના રોજ રાજદ્રોહના કેસમાં મુદ્દત હતી, પરંતુ હાર્દિકના એડવોકેટ યશવંતસિંહ વાળા દ્વારા તેઅો હાજરી મુક્તિ રિપોર્ટ રજૂ કરાયો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY