હકીકત છે કે દર વર્ષે 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવાણી કરવામાં આવે છે પણ આજ દિવસે એટલે કે ડો. શ્રી સર્વપલ્લી રાધાકૃણનો જન્મ દિવસ છે અને તેમની યાદ માં જે શિક્ષક શ્રેષ્ઠતા હતા અને ભારત ના સફળ પ્રમુખો પેકી ના એક પણ હતા શિક્ષકોનો દિવસ એક ખાસ અને મહત્વનો દિવસ છે કારણ કે વિધાર્થીઓ શિક્ષણ ના શેત્ર માં તેમના યોગદાન ની માન્યતા માટે શિક્ષકો ને માંન આપે છે.

પણ આ દિવસે શા માટે આજ ના દિવસે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવે છે તેનું મહત્વ આજે લીંબડી માં આવેલ સેન્ટ થોમસ સ્કુલ માં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી માનસી રાઠોડે સમજાવ્યું હતું કે તેઓ માર્ગ દર્શિકાઓ છે જે એક વિધાર્થીન એ એક જવાબદાર નાગરિક રૂપાંતરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા બજવે છે તેઓ માર્ગદર્શિકાઓ તરીકે પણ સેવા આપે છે અને તમામ બાબતોમાં અમારા લક્ષ્ય સુધી પહોચવામાં સહાય કરે છે તેમનું યોગદાન માત્ર શાળાઓ સુધી જ મર્યાદિત નથી પરંતુ તે સમાજ અને દેશ સુધી વિસ્તરે છે.
આમ માં-બાપ પછી શિક્ષકો ને યોગ્ય માં મળવું જોઈ એ. શિક્ષકો ના દીવશો શાળા અને કોલેજો માં અલગ અલગ રીતે પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે અને વિધાર્થીઓ તેમના શિક્ષકો ને ભેટો, ફૂલો આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આમ માનસીએ કહયું હતું કે હું આજ ના દિવસે એક શિક્ષક બની તે માટે ધન્યતા અનુભવું છું.
આજના દિવસે સ્કુલના ૨૦ વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે ની ભુમિકા ભજવીને અનેરો આંનદ મેળવિયો હતો. એક શિક્ષક ની શુ જવાબદારી હોય શકે તેવોએ અનુભવ થયો હતો.
રીપોટર : દિપકસિંહ વાઘેલા લીંબડી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




