લુણાવાડા,તા.૨૬
ગુજરાતમાં ૩૪ વર્ષ બાદ મહિસાગર જિલ્લામાં જાવા મળેલા વાઘનો મૃતદેહ લુણાવાડાનાં જંગલમાં કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. વાઘનું મોત સર્પદંશથી થયુ કે ફુડ પોઈઝનિંગ કે તેનો શિકાર કરવામાં આવ્યો તે અંગે ઘણા રહસ્યો હતા. વાઘના મૃત્યુ બાદ તેના વિસેરા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલાયા હતા. જેના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લૂણાવાડામાં મૃત્યુ પામેલો વાઘ ભૂખમરીના કારણે મોતને ભેટ્યો હતો.
ગુજરાતના એકમાત્ર વાઘના મોત પર કેટલાક સવાલો ઉભા થયા હતા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સીનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે વાઘનું મોત એક શિકાર હોઈ શકે અથવા સર્પદંશથી તે મોતને ભેટ્યો હોય. પરંતુ હ્લજીન્ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેના શરીરમાં કોઈ ઝેરી પદાર્થ ડિટેક્ટ નથી થયું. અને સર્પદંશના કારણે પણ તેનું મોત થયું નથી. મધ્યપ્રદેશથી ૩૦૦કિમી ફરીને ગુજરાત આવેલા વાઘનું મોત માત્ર ભૂખના કારણે થયું છે.
૨૬મી ફેબ્રુઆરીના સાંજે ૬ વાગ્યે લૂણાવાડાના કંતારના જંગલમાં અતિશય દુર્ગંધના પગલે વાઘનો મૃતદેહ જોવા મળતાં સ્થાનિકોની જાણના પગલે વન વિભાગ દોડી આવ્યું હતું. અને વાઘનો મૃતદેહ જાતાં ચોંકી ઉઠ્યું હતું ત્યારબાદ અધિકારીઓ દોડી આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





