સુરત, તા.૨૪
ખટોદરા તથા રાંદેર વિસ્તારમાંથી એક મહિલા તથા એક પુરુષના મોબાઈલ ફોન તથા રોકડાની ચીલઝડપ કરી મોટર સાઈકલ પર આવેલા અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાન ઝાલોદ જિલ્લાના વતની અને હાલમાં ભટાર એલબી સિનેમા વૈશાલી એપાર્ટમેન્ટમાં પિંકીબેન બોહરામી રહે છે. ગતરોજ તેઓ ખટોદરા- ભટાર મધુલિકા બિલ્ડિંગ પાસેથી પસાર થતા હતા ત્યારે મોટર સાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ પર્સ ખેંચીને ફરાર થઈ ગયા હતા. જોકે, આ પર્સમાં ૧૫ હજાર રૂપિયાનો મોબાઈલ ફોન તથા રોકડા રૂ. ૯,૪૫૦/- હતા. જ્યારે બીજા ચેક બનાવ રાંદેર પોલીસ મથકમાં નોંધાયો હતો. ઉગત કેનાલ રોડ હિદાયત ચોકી પાસે યોગેશ શુકલા પોતાની મોટર સાઈકલ પર જતા હતા ત્યારે મોટર સાઈકલ પર આવેલા બેઅજાણ્યા ઈસમોએ તેમની નજીક મોટર સાઈકલ લાવી ૭ હજાર રૂપિયાનો મોબાઈલ ફોનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદી યોગેશ શુકલા મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





