લીમડાના દાંતણ કાપવા ઝાડ પર ચડેલા યુવકનું વીજ કરંટથી મોત

0
83

સુરત,
તા.૨૧/૪/૨૦૧૮

પરવત પાટીયા નજીક લીમડાના ઝાડ પર દાતણ કાપવા ચડેલા યુવકને હાઈ ટેન્શન લાઈનનો વીજ તાર અડકી ગયો હતો. જેથી ભારે કરંટ લાગતાં ઝાડ પરથી ચાર સંતાનનો પિતા નીચે પટકાતા ૧૦૮ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સના ઈએમટીએ યુવકને મૃત જાહેર કર્યો હતો.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી સુનિલ ઝાલુભાઈ વાણીયા પરવત પાટીયા ખાતે રહેતા હતાં. તેઓ આજે સવારે મિડા સ્ક્વેર પાછળ આવેલા લીમડાના ઝાડ પર દાંતણ કાપવા માટે ચડ્યાં હતાં. લીમડામાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનનો વીજ તાર અડકી જતાં સુનિલને પ્રચંડ કરંટ લાગ્યો હતો. અને તે કંરટ લાગતાં જ ઝાડ પરથી નીચે પટકાયો હતો. આ અંગે આસપાસમાં લોકોને જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સને ઘટના અંગે જાણ કરી હતી.જા કે, ત્યાં સુધીમાં સુનિલનું મોત થઈ ચુક્્યું હતું. સુનિલ પત્ની અને ચાર સંતાન સાથે રહેતો હતો. તેના મોતના પગલે પરિવાર નોધારું થઈ ગયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY