સુરત,
તા.૨૧/૪/૨૦૧૮
ખટોદરા વિસ્તારમાં આવેલા જાગણી માતાના મંદિર પાસે લુમ્સના કારખાનામાં આગ લાગી હતી. આગને પગલે આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. અને ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ એક પછી એક આગના બનાવો નોંધાવા લાગ્યા છે. ત્યારે ખટોદરા પોલીસ સ્ટેશન નજીક આવેલા જાગણી માતા મંદિર નજીક આવેલા લુમ્સના કારખાનામાં આગ લાગી હતી. કાપડમાં લાગેલી આગ ઝડપભેર વિસ્તરી હતી. જેથી આસપાસમાં ધૂમાડાના કારણે લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. જેથી આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ૩ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા કોશિષ કરી હતી. જા કે આગ ક્્યા કારણોસર લાગી એ કારણ હજુ અકબંધ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





