લીંબડી તાલુકા ના ઉટડી ગામ ની પ્રાથમિક શાળા નં. 1 તથા 2 ના બાળકો ને વિના મૂલ્યે નોટબુક નું વિતરણ કરાયું.

0
891

લીંબડી તાલુકા ના ઉટડી ગામ નું સવગુણ ચેરીટેબલ ટ્રસ્ટ, કેળવણી ક્ષેત્રે છેલા 5 વર્ષ થી સરાહનીય કામગીરી કરી રહી છે. તો આ વખતે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ઉટડી ગામ ની શાળા નં. 1 તથા 2 ના તમામ વિધાર્થીઓ ને વિના મૂલ્યે ચોપડા ( નોટબુકો) વિતરણ કરી બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .

આ કાર્યક્રમ મા લીંબડી મોટા મન્દિર ના મહંત શ્રી લાલદાસજી બાપુ તેમજ 61- લીંબડી વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, તથા ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસન્દગી ના માજી. ચેરમેન પ્રકાશભાઈ સોની ના વરદ હસ્તે નોટબુકો નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ચુડા તાલુકા પંચાયત ના પ્રમુખ મગનલાલ વાઘેલા, લીંબડી તાલુકા પંચાયત ના માજી ઉપ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, લીંબડી નીલકંઠ વિધાલય ના ચેરમેન લાલાભાઈ બાંધણીયા, ઉટડી ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ સવગુણ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉટડી ના ટ્રસ્ટીઓ બાવલભાઈ ચાવડા, જીવણભાઈ ચાવડા, બાબુભાઇ સોલંકી, મોહનભાઇ ચાવડા, જીતેન્દ્રભાઈ રાઠોડ, ભરતભાઇ ચાવડા, ધીરેન્દ્ર કુમાર રાઠોડ, તથા બંન્ને શાળા ના આચાર્ય, શિક્ષકો, વિધાર્થીઓ, તેમજ ઉટડી ગામ ના ભાઈ – બહેનો એ મોટી સખીયામા હાજરી આપેલ હતી.

રિપોર્ટર ; દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91355

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY