લિંગાયતને લઘુમતીનો દરજ્જો કર્ણાટક સરકારનો ગેરમાર્ગે દોરતો પ્રસ્તાવ લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો નહીં આપે કેન્દ્ર ઃ અમિત શાહ

0
58

ન્યુ દિલ્હી,તા.૪
અમિત શાહે લિંગાયત અને વીરશૈવ લિંગાયતને ધાર્મિક લઘુમતિનો દરજ્જો આપવાના પગલાને હિન્દુઓને અલગ-અલગ કરવાનો બતાવ્યો છે. અમિત શાહે જણાવ્યું કે લિંગાયત સમુદાયના દરેક મંહતોએ કહ્યુ છે કે સમુદાયના ભાગલા પાડવા દેવામાં આવશે નહીં. અમિત શાહે કહ્યુ કે હું તમને ભરોસો આપુ છું કે તેના કોઇ ભાગલા પડશે નહી, જ્યાં સુધી ભાજપની સરકાર છે ત્યાં સુધી કોઇ અલગ કરી શકશે નહી. કેન્દ્ર સરકાર આ મુદ્દે કટિબદ્ધ છે.
અમિત શાહે વીરશૈવ લિંગાયતના મહંતો સાથે વાતચીતમાં કÌšં કે લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતિનો દરજ્જો આપવાની રાજ્ય સરકારની માગણીને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે નહીં.
ભાજપના રાષ્ટ્રિય્ અધ્યક્ષ અમિત શાહે કર્ણાટક પ્રવાસમાં મોટી જાહેરાત કરી છે. અમિત શાહે જણાવ્યું કે લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપવામાં નહી આવે. અમિત શાહે અલ્પસંખ્યકનો દરજ્જો આપવાના પગલાને હિન્દુઓના ભાગલા પાડવા સમાન ગણાવ્યું.
અમિત શાહે મહંતોને જણાવ્યું કે સમાજના ભાગલા ન પડવા દેવા જાઇ અને હું વિશ્વાસ અપાવું છે કે ભાગલા નહીં થાય. અમિત શાહે કÌšં કે કેન્દ્રમાં ભાજપ-એનડીએની સરકાર છે ત્યાં સુધી ભાગલા નહીં થઇ શકે અને અમે તેને લઇને કટિબદ્ધ છીએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY