ન્યુ દિલ્હી/મુંબઈ,તા.૪
પોતાના સૌથી જૂના રાજકીય મિત્રને મનાવા માટે ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાન જબરદસ્ત મોટી ઓફર કરી છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. ભાજપે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને કહ્યુ કે ભાજપ શિવસેનાના પ્રતિનિધિને રાજ્યસભાના ઉપસભાપતિનું પદ આપવા માટે તૈયાર છે. રાજ્યસભાના હાલના ઉપસભાપતિ પીજે કુરિયન થોડાંક મહિના બાદ ગૃહમાંથી રિટાયર થવાના છે. આમ તો છેલ્લાં ૪૧ વર્ષથી આ પદ પર કાંગ્રેસને કબ્જા છે. પરંતુ આ વખતે નરેન્દ્ર મોદી સરકાર પર આ પેદને મુખ્ય વિપક્ષી દળને આપવા માંગતા નથી. રિપોર્ટના મતે શિવસેના હજુ સુધી આ ઓફર પર વિચાર જ કરી રહી છે અને પાર્ટીની તરફથી તેનો કોઇ જવાબ આપ્યો નથી.
ભાજપે શિવસેનાને આ ઓફર ત્યારે કરી છે જ્યારે બંને પક્ષોની વચ્ચે સંબંધ નાજુક સ્થિતિ પર છે. શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે રાજનીતિની નવી સંભાવનાઓની શોધમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને પણ મળી ચૂકયા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં નરેન્દ્ર મોદી સરકારની સતત આલોચના છપાતી રહી છે. તે દ્રષ્ટિથી પાર્ટી ભાજપની આ ઓફરથી અવઢવમાં છે. રિપોર્ટના મતે જા શિવસેના આ ઓફર સ્વીકારતી નથી તો ભાજપ તેને પોતાની પાસે રાખશે. સૂત્રોના મતે આ પદ માટે સાંસદ ભુપેન્દ્ર યાદવનું નામ આગળ ચાલી રહ્યુ છે.
અગ્રણી અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ શિવસેનાને લાગે છે કે મહારાષ્ટના રાજકારણમાં ભાજપ તેના પ્રભુત્વ પર સતત કબ્જા જમાવી રહી છે. શિવસેનાને અંદેશો છે કે જા બંને સાથે રહે તો આવનારી ચૂંટણીમાં ભાજપ વધુ સીટોની માંગણી કરી શકે છે. આથી જા શિવસેના ભાજપે આ ઓફરને સ્વીકારી લીધી તો બંને પાર્ટીઓને સીટ શેરિંગ સહિત કેટલાંય મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવો પડશે.
શિવસેના માટે રાજ્યસભા ઉપસભાપતિ માટે ઉમેદવાર પસંદ કરવો પણ ખૂબ જ પડકારરૂપ હશે. રાજ્યસભામાં સંજય રાઉત શિવસેનાના વરિષ્ઠ સાંસદ છે. તેઓ પોતાની ત્રીજી ટર્મમાં છે. સંજય રાઉત શિવસેનાના મુખપત્ર સામનાના એક્ઝયુટિવ એડિટર પણ છે. વેણુગોપાલ ધૂત પણ ત્રીજી ટર્મને પૂરી કરી રહ્યાં છે. પરંતુ તેમને બિઝનેસમેન વધુ મનાય છે. રાજ્યસભામાં શિવસેનાના ત્રીજા સાંસદ અનિલ દેસાઇ છે. જા કે પોતાની બીજી ટર્મમાં છે. જા ઓફર સ્વીકાર કર્યા બાદ શિવસેના સંજય રાઉતને રાજ્યસભાના ઉપસભાપતિનું પદ આપે છે તો પદની ગરિમાનું ધ્યાન રાખતા બિન રાજકીય વ્યક્તનો રોલ અદા કરવો પડશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"