તિરુપતિ,તા.૭
સીબીઆઈની પૂર્વ જાઇન્ટ ડિરેક્ટર વીવી લક્ષ્મીનારાયણે રવિવારે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે. તેઓ આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઝંપલાવીને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરશે. તેઓ ગામડાઓ અને ખેડૂતોના ઉધાર માટે રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.
૧૯૯૦ની બેચના આઈપીએસ ઓફિસર લક્ષ્મીનારાયણે આંધ્ર પ્રદેશના ખૂબ જ ગાજેલા સત્યમ કૌંભાડની તપાસનું સુકાના સંભાળ્યું હતું. તેમણે માર્ચ મહિનામાં સ્વૈચ્છિક નિવૃત્તિ(વીઆરએસ) માટે અરજી કરી હતી.
રવિવારે પત્રકારો સાથે વાતચીત કરતા લક્ષ્મીનારાયણે કહ્યું કે, “માર્ચ મહિનામાં જ્યારે તેમણે વીઆરએસની જાહેરાત કરી હતી ત્યારે તેઓ મુંબઈ ખાતે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે કાર્યરત હતા. બાદમાં સરકારે તેમની વીઆરએસની વિનંતીને ગ્રાહ્ય રાખી હતી.”
તેમણે વધુમાં કહ્યું કે, “ખેડૂતો, વણકર અને માછીમારોની પીડાને જાઈને તેમણે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો છે. તેઓ રાજકારણમાં પ્રવેશ કરીને ગામડાઓની સમૃદ્ધિ પરત લાવવા માંગે છે.”
સત્યનારાયણે કહ્યું કે તેમણે ૧૩ જિલ્લાના અનેક ગામોની મુલાકાત લીધી હતી. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને માછીમારોની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું દરેક ગામનો એક ‘લોક ઢંઢેરો’ તૈયાર કરવામાં આવી રહ્યો છે. બાદમાં તેને આંધ્ર પ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડૂ અને અન્ય રાજકારણીઓને મોકલીને તેમનો અભિપ્રાય મેળવવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




