લો બોલો! ડીસા-ધાનેરા હાઇવે પર લૂંટારુઓએ જીરૂ ભરેલી ટ્રકની લૂંટ કરી

0
118

બનાસકાંઠા,
તા.૨૨/૦૩/૨૦૧૮

બનાસકાંઠાના ડીસા-ધાનેરા હાઇવે પર જીરૂ ભરેલી ટ્રકની લૂંટારૂઓએ લૂંટ ચલાવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર ડીસા-ધાનેરા હાઇવે પર જીરૂ ભરેલી ટ્રક જઇ રહી હતી. ત્યારે ટ્રક ચાલકને બંધક બનાવી લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. ટ્રક ચાલકને થરાદ પાસે મુકી લૂંટારૂઓ જીરૂ લઇ ફરાર થઇ ગયા હતા. ડ્રાઇવરે ઇં ૨૨ લાખના જીરાની લૂંટની ફરિયાદ નોંધાવી છે. રાજસ્થાનથી જીરૂ ભરેલી ટ્રક ઉંઝા જઇ રહી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં હાલમાં લૂંટ, મર્ડર, લૂંટફાટના કેસોમાં વધારો તતો ગયો છે. તસ્કરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આજે લૂંટારુઓએ જીરૂ ભરેલી ટ્રકને પણ બાકાત રાખી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY