દારૂબંધી..!!પીજીવીસીએલ ઓફિસમાં દારૂની ડીલીવરીનો વિડીયો વાયરલ થયો

0
135

કચ્છ,
તા.૨૨/૦૩/૨૦૧૮

રાજ્યમાં દારૂબંધીની મોટી વાતો થાય છે પરંતુ ખરેખર દારૂબંધીનો અમલ થાય છે કે કેમ તેવા સવાલો ઉઠે તે વાજબી છે કારણ કે આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે જેમાં દારૂની મહેફિલ, દારૂનું બેફામ વેચાણ કરવામાં આવતું હોય છે તો દારૂના દુષણથી સરકારી તંત્ર પણ બાકાત રહ્યું નથી. કચ્છના ભચાઉ પીજીવીસીએલ ઓફિસમાં દારૂની ડીલીવરીનો વીડિયો વાયરલ થયો છે.

દારૂબંધી માત્ર કાગળ પર જ છે અને રાજ્યમાં ગમે તે સ્થળે જાઈ તેટલો દારૂ મળી રહે છે. દારૂ વેચનારા અને પીનારા બેફામ બની ગયા છે ત્યારે કચ્છના પીજીવીસીએલ ઓફીસમાં એક્ઝીક્્યૂટીવ એન્જીનીયરને તેની ઓફિસમાં દારૂની સપ્લાય કરવામાં આવતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ભચાઉ પીજીવીસીએલના એક્ઝીક્્યૂટીવ એન્જીનીયર જે. વાય રાવની ઓફિસમાં તેણે દારૂની બોટલની ડીલીવરી આપવામાં આવી હતી. જે વીડિયોમાં એન્જીનીયર પાસે તેના ખાતાનો એક કર્મચારી બેસેલો જાઈ શકાય છે તો તે ઉપરાંત અન્ય એક વ્યક્ત પણ છે જે કોન્ટ્રાકર રૂકેશ પટેલ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે અને આ કોન્ટ્રાકટર પોતાના વિવિધ કામો કઢાવવા માટે એન્જીનીયરને મલાઈ રૂપે દારૂની બોટલની હોમ ડીલીવરી આપી જતા હોવાનું સુત્રો જણાવે છે તો વળી સામાપક્ષે આ એન્જીનીયર પણ વિવાદિત રહ્યા છે. અગાઉ ગાંધીધામ ફરજ દરમિયાન પણ વિવાદો બાદ તેની જામનગર બદલી થઇ હતી અને બાદમાં ભલામણના જારે તેઓ ભચાઉ પુનઃ આવ્યા હોવાનું પણ આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે. પીજીવીસીએલની ઓફિસમાં જ દારૂની ડીલીવરી થતી હોવાનો આ વીડિયો વાયરલ થયો છે જેને સરકારના દારૂબંધીની ગુલબાંગોની પણ હવા કાઢી નાખી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY