વોર્નર બ્રધર્સના વડાએ રાજીનામું આપ્યું

0
298

લોસ એન્જલ્સ,તા.૨૦
વોર્નર બ્રધર્સના વડા કેવિન ત્શુઝીહારાએ આખરે વોર્નરના સીઇઓના પદ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
કેવિન સામે એક હોનહાર અભિનેત્રીને રોલના બદલામાં સેક્સની માગણી કરવાનો આક્ષેપ હતો. વોર્નરની જ બનેલી એક તપાસ સમિતિએ કેવિનને અપરાધી જાહેર કર્યા હતા. કેવિને પોતાની ભૂલ કબૂલ કરીને કંપનીના હિતમાં રાજીનામું આપ્યું હોવાના અહેવાલ મિડિયામાં પ્રગટ થયા હતા.
વોર્નર મિડિયાના ચીફ એકિજકિયુંટીવ જ્હાન સ્ટાન્કીએ કેવિનના રાજીનામાની ઔપચારિક જાહેરાત કરતાં કહ્યું હતું કે કંપનીના શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને કેવિને રાજીનામું આપ્યું હતું.
જા કે વોર્નર બ્રધર્સને ઇન્ટરનેશનલ લેવલે ઉત્તમ કંપની બનાવવામાં કેવિને આપેલા પ્રદાનની પણ આ તબક્કે સ્ટાન્કીએ નોંધ લીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY