કેરળમાં દુષ્કર્મના આરોપી બિશપને ૬ ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડી

0
10

તિરુવનંતપુરમ્‌,તા.૨૪
કેરળમાં નન સાથે થયેલા દુષ્કર્મ મામલે આરોપી બિશપને કોર્ટે ૬ ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાના આદેશ આપ્યા છે. આરોપી બિશપના જામીન આજે પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પહેલા કોર્ટે બિશપને ૨૪મી તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાના આદેશ આપ્યા હતા.
જે બાદ આજે તેને વધુ સમય માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે કે, કેરળ સરકારે કોર્ટમાં કરેલી કેટલીક દલીલ બાદ કેરળ હાઈકોર્ટે બિશપની જામીન અરજી પર ૨૭ સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવાનું ઠેરવ્યુ છે. બિશપ પર નને દુષ્કર્મની ફરિયાદ કરતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે આ મામલે બિશપનો દાવો છે કે, પીડિત નનની વિરૂદ્ધ તેમને ઘણી ફરિયાદો મળી હતી. જેના પર તેમણે કાર્યવાહી કરી હતી. જેથી નને દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY