ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેન્ક ની જાગૃતિથી ચક્ષુદાન અને દેહદાન મળેલ

0
955

પ્રાપ્ત વિગતો અનુસાર ડો રસિકભાઈ ઘેલાણી કે જેઓ ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે જેમકે રક્તદાન, દેહદાન ,અંગદાન ચક્ષુદાન, સમુહ લગ્ન, શિક્ષણ ક્ષેત્રે પોતે તન-મન-ધનથી સેવાઓ આપે છે. તથા વિવિધ સેવાભાવી સંસ્થાઓમાં પણ જોડાયેલા છે જેમકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત ના ટ્રસ્ટી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના ઉપપ્રમુખ, વરાછારોડ મેડીકલ એસોસિએશન ટ્રસ્ટી તરીકે ગેલ અંબે પરિવાર માં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે ગત રોજ તેમના માતૃશ્રી રંભાબેન રામજીભાઈ ઘેલાણી નું ૯૫ વર્ષની જૈફ ઉંમરે અવસાન થતાં તેઓના દેહનું દાન પી ડી પચ્ચીગર હોમિયોપેથિક કોલેજમાં લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચના માધ્યમથી કરવામાં આવ્યું હતું.

ડો રસિકભાઈ ના જણાવ્યા મુજબ માતુશ્રી રંભાબા નું અવસાન તારીખ 20.04 2018 ના શુક્રવારના રોજ થયેલ. તેઓ બંને ભાઈઓ સંયુક્ત કુટુંબમાં રહે છે એમના માતૃશ્રી ની છેલ્લી ઇચ્છા દેહદાન અને ચક્ષુદાનની હતી તથા તેમણે જણાવેલ કે તેમના મૃત્યુ પછી તેમની કોઈપણ જાતની વિધિ કરશો નહીં મારા જીવનમાં મેં બધું ભોગવી લીધેલ છે તો તમે મારા કહેવા પ્રમાણે કરશો જેથી અમે દેહદાન અને ચક્ષુદાનની કરાવેલ હતું તેઓના મિત્રા ડો પ્રફુલભાઈ શિરોયા
લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક અને રેડક્રોસ બ્લડ બેંકના પ્રમુખ નો સંપર્ક કરેલ અને તેઓએ દેહદાન લેવા માટેની વ્યવસ્થા કરી આપેલ હતી ડૉક્ટર સાહેબ નો આ અંગે તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો

મૃતક ના પરિવારની માહિતી આપતા જણાવેલ કે તેમનું જન્મસ્થળ મોરબા ગામ છે અને અમે ઉકાદાદા ના પરિવારના સંતાનો છીએ અને તેમના આભારી છીએ રંભાબાના પરિવારમાં બે ભાઈઓ અને ચાર બહેનો છે, રસિક ભાઈ રામજીભાઈ ઘેલાણી, શાંતિભાઈ રામજીભાઈ ગેલાણી ,ગૌરીબેન ઓધવજીભી કાકડીયા મુક્તાબેન સવજીભાઈ જાસોલીયા ,ચંપાબેન વજુભાઈ ગાબાણી મંજુબેન હિતેશભાઈ ધામેલીયા વગેરેના પરિવાર સભ્યોની સહમતિ થી રંભાબાનું દેહદાન કરવામાં આવ્યું હતું તેઓએ ખૂબ સાથ સહકાર આપેલ છે તો તેઓ બધાનો આભાર વ્યક્ત કરેલ હતો.

ડો.પ્રફુલભાઈ શિરોયા
પ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુ બેન્ક.
પ્રમુખ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી
ચોર્યાસી બ્રાન્ચ
મો. 9825034591
Email
dr.prafullshiroya@yahoo.in

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY