લોકોએ મોદી એપ પર ઘણી વાતો શેર કરી, તેનાથી થાક છૂમંતર થયો : મોદી

0
99

ન્યુ દિલ્હી,
તા.૨૫/૦૩/૨૦૧૮

વડાપ્રધાને મન કી બાતમાં દેશવાસીઓને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ સવારે ૧૧ વાગ્યે ૪૨મી વખત ‘મનકી બાત’ કરીને દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી. મોદીએ કહ્યું કે મનકી બાત સાંભળીને લોકોના ઘણા પત્રો આવે છે. લોકો પોતાની વાતો શેર કરે છે. મોદી એપ પર પણ ઘણી વાતો શેર કરે છે, તેનાથી થાક છૂમંતર થઇ જાય છે.

પીએમ મોદીએ કહ્યું કે રામ અને રામાયણ ભારતમાં જ નહીં પરંતુ આશિયાન દેશોમાં પણ આજે પણ એટલો જ પ્રભાવ પેદા કરે છે અને પ્રેરણા આપે છે. તમને તમામને રામનવમીની શુભેચ્છાઓ. આજે આખા વિશ્વમાં ભારત તરફ જાવાનો દ્રષ્ટકોણ બદલાયો છે. તેની પાછળ મા ભારતીના આ દીકરા-દીકરીઓનો પુરુષાર્થ છે. આજે દેશના દરેક નાગરિકોમાં એક વિશ્વાસ જાગ્યો છે કે અમે આગળ વધી શકીએ છીએ, દેશ આગળ વધી શકે છે. એક આત્મવિશ્વાસ જાગ્યો છે. આ જ આત્મવિશ્વાસ ન્યુ ઇન્ડયાનું સપનું સાકાર કરશે.

પીએમ મોદીએ જ્યારે પત્રોની વાત કરી તો કહ્યું કે જ્યારે મને તમારા પત્રો વાંચવા મળે છે તો જાણે બધો થાક દૂર થઇ જાય છે. જ્યારે મેં કાનપુરના ડાકટર અજીત મોહન ચૌધરીની વાર્તા સાંભળવા મળી કે તેઓ ફૂટપાથ પર જઇ ગરીબોને જુએ છે અને તેઓ મફત દવા પણ આપે છે. આવી જ રીતે ઉત્તરપ્રદેશના એક મહિલાએ અનેક સંઘર્ષ છતાંય ૧૨૫ શૌચાલયોનું નિર્માણ કર્યું છે અને મહિલાઓને તેમના હક માટે પ્રેરિત કર્યા છે. ત્યારે માતૃશક્તિના દર્શન થાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જીવનને વધુ સરળ બનાવે છે. હવે ન બોલનાર વ્યક્તિ પણ બોલી શકે છે. કોઇપણ મશીન એવું જ કામ કરશે જેવું આપણે ઇચ્છીશું. પરંતુ આપણે એ નક્કી કરવાનું છે કે આપણે તેમની પાસેથી કેવું કામ લઇએ છીએ. પીએમએ ૪ માર્ચના રોજ વર્લ્ડ સેફ્ટી ડે પહેલા દુર્ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારી સતર્કતા દુર્ઘટનાઓને રોકી શકે છે. રસ્તા પર લખ્યું હોય છે કે નજર હટી દુર્ઘટના ઘટી. સુરક્ષા સાથે ન કરો કોઇ મસ્તી, નહીં તો જિંદગી બનશે સસ્તી.

ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં એક એવા ડાકટર છે જે દર્દીઓની મફતમાં સારવાર કરે છે. તેમના આ સેવા ભાવના સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખબર પડી તો તેમણે ડાકટર અંગે વહીવટીતંત્ર પાસેથી સંપૂર્ણ ડિટેલ મંગાવી અને રવિવારના રોજ મન કી બાત કાર્યક્રમમાં તેના વખાણ કર્યાં. કાનપુરના ડા.અજીત મોહન ચૌધરી છેલ્લાં એક મહિનાથી દર્દીઓની ફ્રી માં સારવાર કરી રહ્યાં છે.

વડાપ્રધાને મન કી બાતમાં કહ્યું કે જ્યારે મને કાનપુરના ડાકટર અજીત મોહન ચૌધરીની વાર્તા સાંભળવા મળી કે તેઓ ફૂટપાથ પર જઇ ગરીબોને જુએ છે અને મફતમાં દવા પણ આપે છે. ત્યારે આ દેશના બંધુભાવને મહેસૂસ કરવાની તક મળે છે.

ડા.અજીતે કહ્યું કે તેમની પોતાની એક ૧૦૦ બેડની હોસ્પિટલ છે. તેમણે શહીદ સૈનિકોના સમ્માનમાં ગરીબોની મફત સારવાર કરવાનું મન બનાવી લીધું છે. છેલ્લાં એક મહિનાથી તેઓ દરરોજ સવારે કચહરીની બહાર ફૂટપાથ પર કૈનોપી લગાવીને બેસે છે અને બે કલાક અહીં ગરીબ અને અસહાય લોકોની મફત સારવાર કરે છે.

તેમની પાસે સારવાર માટે દરેક પ્રકારના દર્દી આવે છે. તેમણે જાયા બાદ ફ્રી માં સેમ્પલની દવાઓ પણ આપે છે. જા તેમની સ્થતિ ગંભીર હોય છે તો તેમને તાત્કાલિક યોગ્ય રસ્તો બતાવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY