પત્ર લખી પાર્ટી પર પ્રશ્નો ઉઠાવ્યા,મારી ઉપર જીવલેણ હુમલા પણ થયા
ભૂવનેશ્વર,તા.૨૮
લોકસભાનાં સાંસદ અને બીજુ જનતા દળ (બીજેડી)નાં સિનીયર નેતા જય પાંડાએ આખરે પાર્ટી છોડી દીધી છે અને બીજેડીનાં નેતા અને ઓડિસાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકને એક પત્ર લખ્યો છે.
છેલ્લા ઘણા સમયથી જય પાંડા અને બીજેડી પક્ષ વચ્ચે સંબધો વણસ્યા હતા અને જય પાંડાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા.
જય પાંડા પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યાં હતા અને પાર્ટીને નબળી પાડવાનું કામ કરતાં હતા. તેમણે પટનાયકને લખેલાં પત્રમાં કહ્યુ કે, પક્ષના વલણથી એ સ્પષ્ટ થાય છે કે, પક્ષ તેમને કાઢી મૂકવા માંગે છે. તેમણે વધુમાં કહ્યુ કે, એ મારે ખુબ દુખ સાથે કહેવું પડે છે કે, મેં પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. મારા પિતાનું મૃત્યુ થયું ત્યારે પાર્ટીમાંથી કોઇ શ્રધ્ધાંજલી આપવા પણ ન આવ્યું. મારા પિતા નવીન પટનાયકના પિતાનાં ખુબ નજીક હતા અને દાયકોઓ સુંધી બીજેડીના ટેકેદાર રહ્યાં”
પાંડાએ વધુમાં ઉમેર્યું કે, જે લોકો વર્ષો સુંધી બીજેડી પાર્ટીનાં વિરોધીઓ રહ્યાં હતા તે લોકો અત્યારે પાર્ટીમાં મહત્વનો હોદ્દો ધરાવે છે અને જે લોકોએ પાર્ટી ઉભી કરવામાં યોગદાન આપ્યુ છે તેમને તમે હાંસિયામાં ધકેલી દીધા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






