ઉજ્જવલા યોજના દ્વારા ગરીબ મહિલાઓને તેમનો હક અપાવ્યો છે : મોદી

0
37

વડાપ્રધાનએ નમો એપ મારફતે ઉજ્જ્‌વલા યોજનાના લાભાર્થીઓને સંબોધિત કર્યા
ન્યુ દિલ્હી,તા.૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નમો એપ દ્વારા ઉજ્જ્‌વલા યોજના (ઁસ્ેંરૂ)ના લાભાર્થીઓની વાતચીત કરી. વડાપ્રધાને ૨૦૧૪ સુધી કેટલા ગેસ કનેક્શન મળ્યાં અને ૨૦૧૪ બાદ ૪ વર્ષમાં કેટલા ગેસ કનેક્શન આપવામાં આવ્યાં તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. વાતચીત દરમિયાન વડાપ્રધાને સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર રોકવાની પણ ઈચ્છા જાહેર કરી.
ઓરિસ્સાની સુશ્મિત સાથે સાથે વાત કરતા વડાપ્રધાને કહ્યુ હતું કે, કોઈ પણ વચેટિયો પૈસા માંગે તો આપતા નહીં, તુરંત મને પત્ર લખી જાણ કરજા. આ દરમિયાન વડાપ્રધાને મુંશી પ્રેમચંદની વાર્તા ‘ઈદગાહ’ના બાળક હામિદનો પણ ઉલ્લેખ કર્યો જે પોતાની દાદી માટે ચિપીયો ખરીદીની લાવે છે.
વડાપ્રધાને ઉજ્જ્‌વલા યોજનાની લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં કહ્યુ હતું કે, વર્ષ ૨૦૧૪ સુધીમાં ૧૩ કરોડ લોકોને એલપીજી કનેક્શન આપવામાં આવ્યાં હતાં જ્યારે ૨૦૧૪ બાદ તેમની સરકારે માત્ર ૪ જ વર્ષમાં ૧૦ કરોડ લોકોને નવા કનેક્શન આપ્યાં. વડાપ્રધાને કહ્યુ હતું કે, અગાઉની સરકારોમાં મોટા ભાગે અમીર લોકોને એલપીજી કનેક્શન મળતાં હતાં પરંતુ ૨૦૧૪ બાદ ઉજ્જલા યોજનાએ ગરીબો, નિચલા વર્ગના લોકો, દલિતો, આદિવાસીઓની જીંદગીને સશક્ત બનાવી છે. સામાજીક સશક્તિકરણમાં આ બાબત ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહી છે. તેમણે કહ્યુ હતું કે, ઉજ્જ્‌વલા યોજનાથી ખુબ લાભ થ્યાઅ તેમાં પણ સ્વાસ્થ્યના રીત તો ખાસ. આ યોજનાએ નારી શક્તિને જીવલેણ ધુમાડાથી આઝાદી અપાવી છે.
વાતચીતમાં વડાપ્રધાને મુંશી પ્રેમચંદની એક કહાનીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ હતું કે, મને મુંશી પ્રેમચંદની જાણીતી વાર્તા ઈદગાહ યાદ આવે છે. પ્રેમચંદે ૧૯૩૩માં તે લખી હતી. આ વાર્તાનું મુખ્ય પાત્ર એક બાળક હામિદ છે, જે મિઠાઈ ના ખરીદીને દાદી માટે ચીપિયો ખરીદીને લાવે છે જેથી કરીને જમવાનું બનાવતી વખતે તેમનો હાથ દાઝી ના જાય. વડાપ્રધાને કહ્યુ હતું કે, આ બાબત મને પણ પ્રેરણા આપે છે કે, આટલા મોટા સામાજીક પડકારને અગાઉની સરકારો પ્રાથમિકતા કેમ ના આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે તેમનું બાળપણ પણ વાગોળ્યું હતું. તેમણે પોતાના બાળપણને યાદ કરતા કહ્યુ હતું કે, જ્યારે હું નાનો હતો ત્યારે મોટા માણસો એવી વાતો કરતાં હતાં કે, ગેસથી આગ લાગી શકે છે, પરંતુ તેમની પાસે પણ કનેક્શન તો રહેતું જ. તેમણે ઉમેર્યું હતું કે, મારા માતા ભોજન બનાવતા તો ઘરની છત પર જઈને બાકોરૂં પાડતાં જેથી કરીને ઘરમાં રહેલો બધો જ ધુમાડો બહાર નીકળી જાય. પરંતુ ઉજ્જ્‌વલા યોજનાએ નારીના સ્વાસ્થ્યને સન્માન અપાવ્યું છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY