મુંબઈ,તા.૧૮
બોલીવુડની ક્વીન કંગના રનૌતે જણાવ્યું કે તે પોતાના બાળકો અને નજીકના લોકો માટે સંઘર્ષથી ભરપૂર જીવન કિયારેય નથી ઇચ્છતી જેવું તેનું જીવન રહ્યું છે. મણિકર્ણિકામાં લક્ષ્મીબાઇની ભુમિકા ભજવનાર કંગનાએ જણાવ્યું કે આ ફિલ્મ તેના માટે સરળ ન હતી.
તેણીએ વધુમાં જણાવ્યું કે રાણી લક્ષ્મીબાઇએ ડગલેને પગલે સંઘર્ષ કરવો પડ્યો હતો. હું મારા નજીકના વ્યકિત માટે આવું કિયારેય નહી ઇચ્છું. હું તેવું પણ નહી ઇચ્છું કે મારા બાળકોનું જીવન મારા જેવું હોય. હું નથી જાણતી કે મને સંઘર્ષ કર્યા વિના શા માટે કંઇ પણ નથી મળતું.
કંગનાએ જણાવ્યું કે, મને સંઘર્ષ વિના કંઇ નથી મળ્યું. તે કહેવામાં મને કોઇ ગર્વ કે ખચકાટ નથી થઇ રહ્યો. તેણીએ જણાવ્યું કે, દરેક ફિલ્મની પોતાની યાત્રા હોય છે અને આવું જ કંઇક મણિકર્ણિકા સાથે થયું. તે હકીકત છે કે શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવી પરંતુ અમે હાર ન માની. આખરે આ ફિલ્મ પૂરી થઇ.
ઉલ્લેખનીય છે કે કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ મણિકર્ણિકા-ધ ક્વીન આૅફ ઝાંસીનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મનું ટીઝર ગાંધી જયંતીના ખાસ અવસરે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







